click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો
Gujarat

બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત કાર્યકરોએ ભાજપાની ઐતિહાસિક જીતને વધાવી.

Last updated: 2026/05/04 at 6:37 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી તથા કાર્યકરોએ ‘શ્રી કમલમ‘ પર લાગેલા સ્ટોલ પર ઝાલમુરીનો સ્વાદ માણ્યો
——-
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે
– ભુપેન્દ્રભાઈ પટેલ
——-
આજનો વિજય કાર્યકર્તાઓના સંઘર્ષ, માતા-બહેનો અને જનતાના આશીર્વાદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના અંત્યોદય અને લોકકલ્યાણના કાર્યોનું પરિણામ છે
– જગદીશભાઈ વિશ્વકર્મા
——-
બંગાળના નાગરિકોને આજે જંગલરાજ માંથી મુક્તિ મળી છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે
– હર્ષભાઈ સંઘવી
——-
ભાજપા પર વિશ્વાસ દર્શાવવા બદલ બંગાળ, આસામ, પુડુચેરી તથા ઉમરેઠની જનતાનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
——-

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે આજે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે વંદે માતરમ અને જય શ્રી રામના નાદ સાથે ઉજવણી કરી હતી.

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરી‘ નો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ભાજપાના કાર્યકરોએ ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય માત્ર એક ચૂંટણીમાં મળેલી જીત નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસવાદ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે. આજના ચૂંટણીના પરિણામોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિ અને ‘વિકસીત ભારત 2047’ ના સંકલ્પનો વિજય ગણાવી અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે પશ્ચિમ બંગાળ, આસામ અને પૂડુચેરીના પરિણામો અને ગુજરાતમાં ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના વિજયને વધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, જનતા સકારાત્મક રાજનીતિ સાથે જોડાઈ રહી છે. આ સાથે જ તેમણે ભાજપના કાર્યકર્તાઓની અથાગ મહેનતની પ્રશંસા કરતા ઉમેર્યું કે હારમાંથી પણ શીખીને સતત આગળ વધતા રહેવું વધવું એ જ ભાજપની વિશેષતા છે. અને તેનું પ્રતિબિંબ આજના પશ્ચિમ બંગાળના પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીતને જનતાના આશીર્વાદનું પરિણામ ગણાવ્યો હતો અને કહ્યું કે, પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપાનો ભગવો લહેરાયો છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ઐતિહાસિક વિજય તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત માટે તેમણે જનતાનો આભાર વ્યક્ત કર્યો અને આ વિજયને કાર્યકર્તાઓના સંઘર્ષ, માતા-બહેનોના આશીર્વાદ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના અંત્યોદય અને લોકકલ્યાણના કાર્યોનું પરિણામ ગણાવ્યો હતો. તેમણે ખાસ કરીને બંગાળમાં વર્ષો સુધી થયેલા સંઘર્ષ બાદ મળેલા વિજયને કાર્યકર્તાઓની તપસ્યા અને જનસમર્થનનો પરિણામ ગણાવી સમગ્ર જનતાનો તથા તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

હર્ષભાઈ સંઘવીએ બંગાળમાં ભાજપના વિજયને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આ જીત સાથે બંગાળના નાગરિકોને જંગલરાજ માંથી મુક્તિ મળી છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે તેમજ વિકાસ અને રોજગારીના નવા દ્વાર ખુલશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ મૂકવા બદલ જનતાનો આભાર માનતા તેમણે ઉમેર્યું કે, આ જીત દેશની રાજનીતિ માટે એક મોટું પરિવર્તન છે. અંતમાં તેમણે આ સફળતા માટે વર્ષોથી સંઘર્ષ કરનાર અને બલિદાન આપનાર ભાજપના કાર્યકર્તાઓ તેમજ તેમના પરિવારોને હૃદયપૂર્વક વંદન કરી અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રસગુલ્લાથી મોં મીઠું કરી ભાજપાના વિજયને વધાવ્યો હતો.

પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે આયોજિત વિજયોત્સવમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રીઓ ડો. પ્રશાંતભાઈ કોરાટ, અનિરૂદ્ધભાઇ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

PM નરેન્દ્ર મોદીએ ફુજૈરા પોર્ટ હુમલાની નિંદા કરી, કહ્યું ‘ભારત મજબૂતીથી યુએઈની સાથે છે’

ભારતીય જનતા પાર્ટીની સરકાર રચનાની તૈયારી તેજ : અમિત શાહ બંગાળ માટે નિરીક્ષક, જેપી નડ્ડા આસામમાં સંભાળશે કમાન

હોર્મુઝની ખાડીમાં વધતો તણાવ : ઈરાનની અમેરિકાને કડક ચેતવણી, ‘હજુ શરૂઆત પણ નથી કરી’

બ્રેલો હોરિઝોન્ટોમાં ભયાનક વિમાન દુર્ઘટના : રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા 3ના મોત, વીડિયો વાયરલ

2014થી 2026 સુધીનો બદલાવ : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત સાથે રાજકારણમાં વૈચારિક પરિવર્તનનો દાવો

TAGGED: @india, Assam Election Results, Bhupendra Patel Statement, BJP Gujarat news, BJP Victory Celebration India, Breaking news, CM Gujarat, gandhinagar, gujarat, Gujarat BJP Celebration, Gujarat news, gujarati news, Harsh Sanghavi statement, india news, Indian Politics News, Jagdish Vishwakarma Reaction, Jhalmuri Stall BJP Office, Kamalam Gandhinagar BJP Office, localnewsingujarat, Narendra Modi, Narendra Modi leadership, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, Puducherry Election Results, top news channel, topnews, topnewschannel, Umreth By Election BJP Win, West Bengal Election 2026 Results, આસામ ચૂંટણી પરિણામ, ઉમરેઠ પેટાચૂંટણી જીત, ગુજરાત ભાજપ ઉજવણી, ગુજરાત રાજકારણ સમાચાર, જગદીશ વિશ્વકર્મા પ્રતિક્રિયા, ઝાલમુરી સ્ટોલ કમલમ, નરેન્દ્ર મોદી નેતૃત્વ, પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026, પુડુચેરી ચૂંટણી પરિણામ, ભાજપ કાર્યકરો ઉજવણી, ભાજપ જીત જશ્ન, ભાજપ વિજયોત્સવ ગુજરાત, ભારત, ભૂપેન્દ્ર પટેલ નિવેદન, શ્રી કમલમ ગાંધીનગર, હર્ષ સંઘવી નિવેદન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 4, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પેટાચૂંટણીઓમાં BJPનો દબદબો, 7માંથી 4 બેઠકો ભાજપને : ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં જીત
Next Article West Bengal Election 2026 : “બંગાળમાં કમળ ખીલ્યું, આ જનશક્તિનો વિજય” — PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

PM નરેન્દ્ર મોદીએ ફુજૈરા પોર્ટ હુમલાની નિંદા કરી, કહ્યું ‘ભારત મજબૂતીથી યુએઈની સાથે છે’
Gujarat મે 5, 2026
ભારતીય જનતા પાર્ટીની સરકાર રચનાની તૈયારી તેજ : અમિત શાહ બંગાળ માટે નિરીક્ષક, જેપી નડ્ડા આસામમાં સંભાળશે કમાન
Gujarat મે 5, 2026
હોર્મુઝની ખાડીમાં વધતો તણાવ : ઈરાનની અમેરિકાને કડક ચેતવણી, ‘હજુ શરૂઆત પણ નથી કરી’
Gujarat મે 5, 2026
બ્રેલો હોરિઝોન્ટોમાં ભયાનક વિમાન દુર્ઘટના : રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા 3ના મોત, વીડિયો વાયરલ
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?