બોલિવૂડ એક્ટર સની દેઓલની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘બોર્ડર 2’નું ટીઝર મંગળવારે (16 ડિસેમ્બર) મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય ઇવેન્ટમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર લોન્ચ પ્રસંગે સની દેઓલ સાથે વરૂણ ધવન અને અહાન શેટ્ટી પણ હાજર રહ્યા હતા. ફિલ્મ સાથે જોડાયેલી લાગણીઓ ફરી તાજી થતાં સની દેઓલ પોતાને સંભાળી શક્યા નહીં અને ઇવેન્ટ દરમિયાન ભાવુક થઈ ગયા હતા.
એન્કરે જ્યારે ફિલ્મ વિશે સવાલ કર્યો ત્યારે સનીની આંખોમાં આંસુ આવી ગયા અને વાતચીત થોડી ક્ષણો માટે થંભી ગઈ. બાદમાં હાજર લોકોના આગ્રહ પર સનીએ પોતાની સુપરહિટ ફિલ્મ ‘બોર્ડર’નો પ્રખ્યાત ડાયલોગ “આવાજ કહા તક જાની ચાહીએ… લાહોર તક…” બોલ્યો, જેને સાંભળી આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો અને માહોલ વધુ ભાવુક બની ગયો.
‘બોર્ડર 2’ને અનુરાગ સિંહ દિગ્દર્શિત કરી રહ્યા છે અને આ વોર ડ્રામા ફિલ્મનું નિર્માણ ગુલશન કુમાર અને ટી-સીરિઝે જે.પી. દત્તાની જેપી ફિલ્મ્સ સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં સની દેઓલ, દિલજીત દોસાંઝ, વરૂણ ધવન અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે જ સોનમ બાજવા, મોના સિંહ, મેધા રાણા, અંગદ સિંહ, ગુનીત સંધુ અને પરમવીર ચીમા સપોર્ટિંગ રોલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશભક્તિ અને જવાનોએ આપેલા બલિદાનની કહાની ફરી એકવાર મોટા પડદા પર જીવંત કરવા આવી રહી છે. ‘બોર્ડર 2’ 23 જાન્યુઆરી, 2026ના રોજ પ્રજાસત્તાક દિવસના સપ્તાહમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેને લઈને ફેન્સમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom