બાંગ્લાદેશમાં વચગાળાની મુહમ્મદ યુનુસ સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નોંધપાત્ર તણાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશના કેટલાક નેતાઓ ભારત વિરોધી અને કટ્ટરપંથી ભાષા વાપરતા નિવેદનો આપી રહ્યા છે, જેને ભારતે અત્યંત ગંભીરતાથી લીધા છે. આ પૃષ્ઠભૂમિમાં ભારત સરકારે 17 ડિસેમ્બરે તાત્કાલિક પગલું ભરી બાંગ્લાદેશના હાઈ કમિશનર મોહમ્મદ રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા હતા અને તેમને નવી દિલ્હી બોલાવી ભારતની ગંભીર ચિંતા તથા નારાજગી સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી હતી. ખાસ કરીને ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશન અને અન્ય કોન્સ્યુલેટ્સને નિશાન બનાવવાની મળતી ધમકીઓ, રાજદ્વારીઓની સુરક્ષા અને ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો (સેવન સિસ્ટર્સ) અંગે કરવામાં આવેલા બેદરકાર નિવેદનો પર ભારતે કડક વાંધો નોંધાવ્યો હતો.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશમાં કથળતી જતી સુરક્ષા પરિસ્થિતિ ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે. હાઈ કમિશનરને મળેલી બેઠક દરમિયાન ખાસ કરીને ભારતીય મિશનની આસપાસ સુરક્ષા ભંગ કરવાની કોશિશ કરી રહેલા કટ્ટરપંથી તત્વોની ગતિવિધિઓ તરફ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સાથે જ, બાંગ્લાદેશમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ અંગે ખોટા નિવેદનો અને ભ્રામક નેરેટિવ્સ ફેલાવવામાં આવી રહ્યા છે, જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભારત સરકારે આ વાત પર પણ નિરાશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ન તો આવી ઘટનાઓની ગંભીર તપાસ કરી છે અને ન તો ભારત સાથે કોઈ વિશ્વસનીય માહિતી કે પુરાવા શેર કર્યા છે.
The Bangladesh High Commissioner to India, Riaz Hamidullah, was today summoned by the Ministry of External Affairs and apprised of India’s strong concerns at the deteriorating security environment in Bangladesh. His attention was drawn, in particular, to the activities of some… https://t.co/6GOZHBOgsB pic.twitter.com/jNdxSK0Nc3
— ANI (@ANI) December 17, 2025
આ બેઠક દરમિયાન ભારતે બાંગ્લાદેશની મુક્તિમાં પોતાના ઐતિહાસિક યોગદાનની પણ યાદ અપાવી હતી. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, મુક્તિ સંગ્રામના આધાર પર ઊભેલા ભારત-બાંગ્લાદેશ સંબંધો પરંપરાગત રીતે મજબૂત અને મિત્રપૂર્ણ રહ્યા છે, જે વિકાસલક્ષી સહકાર અને જન-સંપર્ક દ્વારા સતત મજબૂત બન્યા છે. ભારતે હંમેશા બાંગ્લાદેશમાં શાંતિ, સ્થિરતા અને લોકશાહી પ્રક્રિયાનો સમર્થન કર્યું છે અને ત્યાં મુક્ત, ન્યાયી, સર્વસમાવેશક અને વિશ્વસનીય ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. સાથે જ ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પોતાની રાજદ્વારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશે અને ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ્સ તથા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે તેવી અપેક્ષા રાખે છે. જો સુરક્ષા આપવામાં નિષ્ફળતા જણાશે, તો ભારત પોતાના રાજદ્વારીઓની સુરક્ષા માટે કડક અને વૈકલ્પિક પગલાં લેવામાં અચકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં માત્ર ભારતીય દૂતાવાસને જ નહીં, પરંતુ ISKCON જેવા સંગઠનો અને લઘુમતી હિંદુ સમુદાય સામે પણ અત્યાચારના અહેવાલો સામે આવ્યા છે. આવી સ્થિતિમાં ભારત દ્વારા હાઈ કમિશનરને સમન્સ પાઠવવું એ સ્પષ્ટ સંદેશ છે કે નવી દિલ્હીની ‘રેડ લાઈન’ પાર ન કરવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ ‘નેશન ફર્સ્ટ’ના સિદ્ધાંત પર આધારિત હોવાનું આ પગલું દર્શાવે છે. હવે બાંગ્લાદેશમાં અસ્થિરતાનો લાભ લઈને ભારત વિરોધી તત્વો સક્રિય ન થાય તે સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ જવાબદારી ઢાકા પ્રશાસન પર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel