બ્રિટિશ વડાપ્રધાન સુનકે દેશમાં કટ્ટરપંથીઓના વધતા કિસ્સાને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે લોકોને શાંતિપૂર્વક રેલી યોજવી અને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ તેઓ હિંસા અને ઉગ્રવાદની અપીલ કરી શકે નહીં, આતંકી સંગઠન હમાસનો કાર્યો માટે મુસ્લિમ મહિલાઓની સાથે જાહેર રસ્તા પર ખરાબ વર્તન કરી રહ્યા છે. બ્રિટનમાં લોકશાહી કટ્ટરપંથીઓના ટાર્ગેટ પર છે. કટ્ટરપંથીઓ દ્વારા અપરાધિક ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યા છે. ગુનાઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વિભાજનકારી તાકાતો સામે સાથે મળીને લડવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે પ્રવાસી નાગરિકોએ દેશને જોડવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.
બ્રિટિશ વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં રહેતા લોકો તેમની જેમ એક હિન્દુ થઈને પણ બ્રિટિશ નાગરિક હોઈ શકે છે. અથવા તો મુસ્લિમ થઈને પણ દેશભક્ત હોઇ શકે છે. સુનકે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નાના-નાના જૂથો દેશનાં મૂલ્યોને તોડવા માટેનું કામ કરી રહ્યાં છે. આ લોકોમાં દેશ માટે સન્માન નથી. રોશડેલ શહેરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટનના જ્યોર્જથ ગેલોવે જીત હાંસલ કરી છે તે ચિંતાજનક બાબત છે.
બ્રિટિશ સાંસદોની વધતી જતી સુરક્ષા ચિંતાઓ અને ઈઝરાયલ. હમાસ સંઘર્ષને લઈને પ્રદર્શનોને કારણે સુનાકે કહ્યું – કોઈ દેશ કશ્રેષ્ઠ નથી. પરંતુ અમે જે કંઈ સારું કર્યું છે તેના પર મને ગર્વ છે. હું દેશના પ્રથમ અશ્વેત છું. હું વડાપ્રધાન છું. મંત્રી જે સૌથી વધુ વૈવિધ્યસભર સરકાર ચલાવી રહ્યા છે.