Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

BSNLના આવશે અચ્છે દીન,સરકારે બજેટમાં રૂપિયા 1.28 લાખ કરોડ ફાળવવાની કરી જાહેરાત

BSNLના આવશે અચ્છે દીન,સરકારે બજેટમાં રૂપિયા 1.28 લાખ કરોડ ફાળવવાની કરી જાહેરાત

સરકારે ટેલિકોમ મંત્રાલય હેઠળના ટેલિકોમ પ્રોજેક્ટ્સ અને જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે રૂ. 1.28 લાખ કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. આમાંથી મોટાભાગની રકમ જાહેર ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે ફાળવવામાં આવી છે. કુલ સૂચિત ફાળવણીમાંથી, રૂ. 1 લાખ કરોડથી વધુ BSNL અને MTNL સંબંધિત ખર્ચ માટે છે, જેમાં BSNLમાં ટેક્નોલોજી અપગ્રેડેશન અને રિસ્ટ્રક્ચરિંગ માટે રૂ. 82,916 કરોડના રોકાણનો પણ સમાવેશ થાય છે. બજેટ અનુસાર, બજેટ અંદાજ 2024-25માં આ માંગ માટે કુલ ચોખ્ખી ફાળવણી રૂ. 1,28,915.43 કરોડ (રૂ. 1,11,915.43 કરોડ રુપિયા અને રૂ. 17,000 કરોડ રુપિયા) છે. “યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ’ હેઠળ ઉપલબ્ધ બેલેન્સમાંથી રૂ. 17,000 કરોડની વધારાની જોગવાઈ પૂરી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ટેલિકોમ સેવા પ્રદાતાઓને વળતર, ભારતનેટ અને સંશોધન અને વિકાસ જેવી યોજનાઓ માટે કરવામાં આવશે.

પેન્શન લાભો માટે રૂ. 17,510 કરોડ

બજેટમાં BSNL અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) સહિત ટેલિકોમ્યુનિકેશન વિભાગના કર્મચારીઓના પેન્શન લાભો માટે રૂ. 17,510 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે. સરકારે એમટીએનએલ બોન્ડની મૂળ રકમની ચુકવણી માટે રૂ. 3,668.97 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બજેટમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટે રૂ. 34.46 કરોડ, ચેમ્પિયન સર્વિસ સેક્ટર સ્કીમ માટે રૂ. 70 કરોડ અને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ માટે રૂ. 1,806.34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અહીં આયાત ડ્યુટી વધી 

ફાળવણી ઉપરાંત, સરકારે સ્થાનિક ટેલિકોમ સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટ 2024-25માં મધરબોર્ડ્સ (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ) પરની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું,ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, હું નિર્દિષ્ટ ટેલિકોમ સાધનોના PCBA (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી) પર BCD (મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી) 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ટેલિકોમ PCB મેન્યુફેક્ચરિંગ માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં વધારો કોમ્યુનિકેશન સાધનોના ઉત્પાદનમાં વપરાતા ક્રિટિકલ મિનરલ્સને મુક્તિ સાથે આવે છે.

અહીં મળી છૂટ

નાણામંત્રીએ લિથિયમ, કોપર, કોબાલ્ટ અને રેર અર્થ એલિમેન્ટ્સ જેવા 25 ખનિજોને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ખનિજો ન્યુક્લિયર એનર્જી, રિન્યુએબલ એનર્જી, સ્પેસ, ડિફેન્સ, ટેલિકોમ્યુનિકેશન અને હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. આમાંથી બે પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થશે. આ આવા ખનિજોની પ્રક્રિયા અને શુદ્ધિકરણને પ્રોત્સાહન આપશે અને આ વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે તેમની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે, સીતારામને જણાવ્યું હતું. GX ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પરિતોષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ટેલિકોમ સાધનો માટે PCB એસેમ્બલી પર વધેલો BCD સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપે છે અને ટેલિકોમ OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) માટે ખર્ચ ઘટાડે છે. આ ઉદ્યોગને નવી ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે ઉત્સાહિત કરશે. GX ગ્રુપ ટેલિકોમ PLI યોજનાના લાભાર્થીઓમાંનું એક છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.