દુનિયામાં ટેકનોલોજીની બોલબાલા છે અને મોટાભાગના દેશ હવે સંરક્ષણ ક્ષેત્રમા ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને અપગ્રેડ કરવામાં લાગ્યા છે. ભારતના મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ વચ્ચે અન્ય દેશો પણ સંરક્ષણ પર ભાર મુકી રહ્યા છે અને જાપાન આ બધામાં એક ઐતિહાસિક પગલુ ઉપર છે. યુદ્ધના માહોર વચ્ચે જાપાને ઈલેકટ્રિક મશીન ગનની જાહેરાત કરી છે.
આ મશીનગનનું પરિક્ષણ જાપાનની નેવીએ ALTA સાથે મળીને કરી પણ નાખ્યું છે અને જે સફળ રહ્યું છે. આ અંગેનો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ રેલગનનું દેશમાં પહેલી વાર પરિક્ષણ કરવામાં આવ્યું. સી પ્લેનમાંથી કરવામાં આવેલા ટેસ્ટિંગનો વિડિયો સામે આવ્યો છે. જાપાને જણાવ્યું છે કે તેનો ઉપયોગ જમીન અને દરિયા બંનેમાં થઈ શકે છે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રેલગન કેટલી શક્તિશાળી
જાપાનની નેવીને શક્તિ બક્ષનારી આ ગન અદ્યતન છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેલગન કેટલી શક્તિશાળી છે તેના વિશે જણાવીએ તો અવાજ કરતા સાત ગણી વધુ ઝડપથી તે મુવ કરે છે. આ એક ઓટોમેટિક વર્ઝનનું હથિયાર છે. આ ગન પોતાના ટાર્ગેટને પાર પાડવા માટે વીજળીનો પણ ઉપયોગ કરે છે.
યુરો ટાઈમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે જાપાનની 16 mm રેલગન પ્રોજેક્ટ ગ્રાઉન્ડ સિસ્ટમ્સ રિસર્ચ સેન્ટર દ્વારા વર્ષ 19990માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા તેને પ્રોટોટાઈપ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. જાપાન રેલગનની તૈયારી કરી રહ્યું છે તેની પુષ્ટી પણ વર્ષ 2018 એક વીડિયો ફૂટેજ સામે આવ્યા હતા ત્યારેજ થઈ ગઈ હતી અને ALTA દ્વારા તેના પુરાવા પણ આપવામાં આવ્યા હતા.
રેલગનનું આ હથિયાર અત્યાધુનિક છે. સંરક્ષણ એજન્સી ALTA ના જણાવ્યા અનુસાર તે 2,230m/sની ઝડપે પોતાના ટાર્ગેટને પાર પાડી દે છે. જો કે તેના વિશે વધારે કોઈ માહિતિ પુરી પાડવામાં આવી નથી.
#ATLA has accomplished ship-board firing test of railgun first time in the world with the cooperation of the JMSDF. To protect vessels against air-threats and surface-threats by high-speed bullets, ATLA strongly promotes early deployment of railgun technology. pic.twitter.com/MG5NqqENcG
— Acquisition Technology & Logistics Agency (@atla_kouhou_en) October 17, 2023
ALTA પ્લાન મુજબ તેને ટ્રકમાં પણ ફીટ કરી શકાય છે, એમ કહી શકાય કે હાયપરસોનિક મિસાઈલ તૈયાર થાય છે તે જ રીતે આ ગન પણ જોવા મળશે, રેલગનના આ પ્રોજેક્ટ વિશે જાપાને વર્ષ 2020માં ઈન્કાર કરી દીધો હતો જો કે તેની ડિફેન્સ સિસ્ટમને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જાપાન હવે લાંબા અંતરની મિસાઈલ લોન્ચને લઈ તૈયારીઓ વિશે વિચારી રહ્યું છે જો કે USA પણ હજુ સુધી રેલગન બનાવી નથી શક્યુ, જો કે જાપાને આ ને પાર પાડીને ચીન, ઉત્તર કોરિયા જેવા દુશ્મન દેશોની ઉંઘ હરામ કરી નાખી છે.