વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન?
અત્યાર સુધીમાં એટલે કે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું હતું. જ્યારે બીજી બાજુ અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે 37.53% તથા સિક્કિમમાં 36.88% મતદાન નોંધાયું હતું.
#LokSabhaElections2024 | Voter turnout till 1 pm for phase 1 of polling:
Lakshadweep records the lowest – 29.91%
Tripura records the highest – 53.04% pic.twitter.com/Pd03IigQ0K
— ANI (@ANI) April 19, 2024
મણિપુરમાં બની ફાયરિંગની ઘટના
બીજી બાજુ મણિપુરમાં ઈનર મણિપુર તથા આઉટર મણિપુર એમ બે મતવિસ્તારોમાં શુક્રવારે મતદાન યોજાયું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આ મતદાન વખતે કેટલાક અજાણ્યાં તત્વોએ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને અરાજકતા ફેલાવી હતી. આ ઘટના થામનપોકપી ખાતે બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે મોટી ઘટના, બ્લાસ્ટમાં CRPF અધિકારી ઈજાગ્રસ્ત
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહીં છત્તીસગઢના બસ્તરની લોકસભા બેઠક પર મતદાન વખતે જ બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા આઈઆઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં સીઆરપીએફના અધિકારી ઘાયલ થયા હતા.
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ આપ્યો મત
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. આ સાથે તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી.
#WATCH | Maharashtra: World's smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk
— ANI (@ANI) April 19, 2024
પશ્ચિમ બંગાળમાં પોલિંગ બૂથ પર પથ્થરમારો
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પથ્થરબાજીનો મામલો સામે આવ્યો છે. અહીં ચાંદમારી સ્થિત મતદાન કેન્દ્રની સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે.
• 21 રાજ્યોમાં 9 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?
1. પશ્ચિમ બંગાળ- 15.9%
2. મધ્ય પ્રદેશ- 14.12%
3. ત્રિપુરા- 13.62%
4. મેઘાલય-12.96%
5. ઉત્તર પ્રદેશ-12.22%
6. છત્તીસગઢ-12.02%
7. આસામ- 11.15%
8. રાજસ્થાન- 10.67%
9. જમ્મુ અને કાશ્મીર-10.43%
10. ઉત્તરાખંડ- 10.41%
11. મિઝોરમ-9.36%
12. બિહાર- 9.23%
13. આંદામાન-8.64%
14. તમિલનાડુ- 8.21%
15. નાગાલેન્ડ-7.79%
16. મણિપુર-7.63%
17. પુડુચેરી- 7.49%
18. મહારાષ્ટ્ર- 6.98%
19. સિક્કિમ-6.63%
20 લક્ષદ્વીપ-5.59%
21. અરુણાચલ પ્રદેશ – 4.95%
કેટલા ઉમેદવારો મેદાનમાં?
પહેલા તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ કેન્દ્રના 8 મંત્રીઓના નસીબ ઈવીએમમાં લોક થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશ (60 બેઠકો) અને સિક્કિમ (32 બેઠકો)માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીય પ્રધાનો, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં 16 કરોડથી વધુ મતદારો
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.