Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

મેચ જોવા આવતા મહેમાનો માટે કેમ્પર વાનની સુવિધા.

મેચ જોવા આવતા મહેમાનો માટે કેમ્પર વાનની સુવિધા.

14 ઓક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે. ભારત-પાકિસ્તાનના હાઇવોલ્ટેજ મુકાબલાને લઇને અમદાવાદની મોટાભાગની હોટલો મહિનાઓ પહેલા જ બૂક થઇ ગઇ છે. મેચને લઇને હોટલોના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે. ત્યારે ખાનગી કંપનીએ હોટલનું ભાડું બચાવવા નવો કિમિયો અપનાવી કેમ્પર વાન તૈયાર કરી છે.

ભારત-પાકિસ્તાન મેચ જોવા આવનાર મહેમાનો માટે અમદાવાદની હોટેલ્સ પહેલેથી બૂક થઇ ગઇ છે. ત્યારે હવે પ્રવાસીઓને રહેવાની સમસ્યા ઊભી ન થાય તે માટે કંપનીએ કોમ્પિટિશન થકી તેમના કસ્ટમરને કેમ્પર વાન ઓફર કરી છે. હાઇટેક અને જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ એવી આ કેમ્પર વાનમાં 4 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે.

આ કેમ્પર વાનમાં ડબલ બેડ, સોફા કમ બેડ, વોશરૂમ, ટીવી અને એસીની સુવિધા છે. 40 લોકોને રહેવા માટે આ પ્રકારની કુલ 10 કેમ્પર વાન તૈયાર કરાઇ છે. અમદાવાદમાં પહેલી વખત આટલા મોટા પાયે કેમ્પર વાનનો ઉપયોગ થઇ રહ્યો છે.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.