નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે જોડાવા માટે ભરતી કેમ્પ યોજાયો હતો. શહેર તથા જિલ્લામાં તમામ તાલુકાઓમાં યોજવામાં આવેલ ભરતી કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ ફોર્મ ભરી ઈમરજન્સી પરિસ્થિતિમાં પહોંચી વળવા તૈયારી દર્શાવી હતી. નવસારી મહાનગર પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાયેલ ભરતી પ્રક્રિયામાં નવસારી કલેકટર ક્ષિપ્રા આગ્રે તથા પ્રાંત અધિકારી જનમ ઠાકોરે સ્થળ વિઝિટ કરી નિરીક્ષણ કર્યું હતું.
વધુમાં જેટલા લોકો ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેઓ માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. લોકો ઘર બેઠા પોતાના ફોનમાંથી પણ MY Bharat પર જઈને ઑનલાઇન નોંધણી કરાવી શકે છે. આ ઉપરાત દરેક સરકારી કચેરીઓમાં પણ ફોર્મ મૂકવામાં આવશે. જેમાં પણ લોકો ફોર્મ ભરી પોતાની નોંધણી કરાવી શકશે.