બુધવારે તેમણે કહ્યુ કે વોટ બેન્ક પોલિટિક્સના કારણે આવુ થઈ રહ્યુ છે. ભારત વિરોધી તત્વો પર રોક ન લગાવવાના કારણે જ બંને દેશોના સંબંધો નીચલા સ્તરે છે. એટલુ જ નહીં આ અવસરે તેમણે ચેતવણી પણ આપી અને કહ્યુ કે જો કેનેડામાં થઈ રહેલી પ્રવૃતિઓથી ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતા પર જોખમ પેદા થશે તો પછી ભારત તેની પર એક્શન લેશે.
અમારા માટે મહત્વનું એ છે કે કેનેડા ખાલિસ્તાન મુદ્દે કઈ રીતે ડીલ કરે છે. તેમણે કહ્યુ કે કેનેડા વોટ બેન્કની રાજનીતિના કારણે આ મામલે ઢીલ મૂકી રહ્યુ છે. આ મામલાએ ઘણી રીતે ભારત અને કેનેડાના સંબંધોને પ્રભાવિત કર્યા છે. જયશંકરે પાકિસ્તાન અંગે પણ કહ્યુ કે આતંકવાદનો ખાતમો થયા પહેલા કોઈ વાત શક્ય નથી.
Canada seems to be driven by vote-bank politics: Jaishankar reacts to Khalistani activities
Read @ANI Story | https://t.co/t89haF7tpF#Jaishankar #Canada #VoteBankPolitics pic.twitter.com/NVJrChCxFw
— ANI Digital (@ani_digital) June 28, 2023
અમે આતંકવાદને સામાન્ય થવા દઈ શકીએ નહીં. અમે નહીં ઈચ્છીએ કે પાકિસ્તાન સાથે વાતચીત પણ થતી રહે અને આતંકવાદની ઘટનાઓ પણ ચાલતી રહે. કેનેડામાં પંજાબી મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે. કેનેડાની સરકાર આ લોકોની નારાજગીનો સામનો કરવા માંગતી નથી. જેના કારણે તે કોઈ એક્શન લઈ રહી નથી. જોકે છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાલીસ્તાની કમાન્ડરોના મોત થયા છે. જેમાંથી કેટલાક લોકો તો ફાયરીંગમાં મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે કેનેડા સરકારને ભારતે ઘણી વખત અપીલ કરી છે કે તેઓ ખાલીસ્તાની તત્વો પર રોક લગાવે.