ભારત પર આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લોકોના રોષનો સામનો કરી રહ્યા છે… ખાસ કરીને વિપક્ષી નેતા પિએરે પોલિવરે જસ્ટિન ટ્રુડોને સતત ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે… ત્યારે જસ્ટિન ટ્રુડોની વધુ એક બાબત સામે આવ્યા બાદ વિપક્ષોને તેમને સાણસામાં લેવાની વધુ એક તક મળી ગઈ છે… પીએમ જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં જર્મનીના તાનાશાહ હિટલર સેનાના, નાજી વિચારધારામાં માનનારા વ્યક્તિને સન્માનિત કરતા વિવાદનો મધપુડો છેડાયો છે…. જસ્ટિન ટ્રુડોની આ કામગીરી બાદ કેનેડાનું રાજકારણ ફરી ગરમાયું છે. જ્યારે જસ્ટિન ટ્રુડોએ તે વ્યક્તિનું સન્માન કર્યું ત્યારે કેનેડાની આખી સંસદે ઉભા થઈને નાજી વ્યક્તિનું અભિવાદન પણ કર્યું… આ મામલો સામે આવ્યા બાદ ટ્રુડોને ભારે ટીકા થઈ રહી છે.
વિપક્ષના નેતા પિએરે પોલિવર શું બોલ્યા ?
કેનેડાના વિપક્ષી નેતા પિએરે પોલિવરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘અમને જાણવા મળ્યું છે કે, જસ્ટિન ટ્રુડોએ એક નાજી ડિવિજન 14માં વેફેન ગ્રેનેડિયરના એક અનુભવી સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી અને તેને સન્માનિત પણ કર્યો… પિએરે લખ્યું કે, લિબરલ્સે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા બાદ આ નાજી વ્યક્તિને હાઉસ ઓફ કોમન્સમાં માન્યતા આપવાની વ્યવસ્થા કરી… આ એક ભયાનક ભુલ છે. જસ્ટિન ટ્રુડોની પ્રોટોકોલ ઓફિસ તમામ મહેમાનોની વ્યવસ્થા અને તપાસ માટે જવાબદાર હોય છે. ’
It has come out today that Justin Trudeau personally met with and honoured a veteran of the 14th Waffen Grenadier Division of the SS (a Nazi division).
Liberals then arranged for this Nazi veteran to be recognized on the floor of the House of Commons during the visit of the… https://t.co/9JFUEqsdW8
— Pierre Poilievre (@PierrePoilievre) September 24, 2023
પિએરે ભારત-કેનેડા વિવાદ મામલે પણ ટ્રુડો પર સાધ્યું હતું નિશાન
ઉલ્લેખનિય છે કે, વિપક્ષના નેતા પિએરે પોલિવરે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે પણ જસ્ટિન ટ્રુડોની ટીકા કરી હતી. પિએરે જસ્ટિન ટ્રુડો પર ભારત પર કરાયેલા આક્ષેપો અંગે કોઈ પુરાવા ન આપવા મામલે નિશાન સાધ્યું હતું. ઉપરાંત કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયને સમર્થન આપ્યું હતું. અત્રે એ યાદ રહે કે, ભારત-કેનેડા વિવાદના કારણે જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, જ્યારે પિએરે પોલિવરની લોકપ્રિયતામાં વધારો થયો છે.