Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દોડતી કારમાં આગ

નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દોડતી કારમાં આગ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ચાલુ કારમાં લાગી અચાનક આગ લાગી હતી. મરીડા ગામની સીમ પાસે પસાર થતા આ કારમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટ થતા કારમાં લાગી હોવાનું અનુમાન છે. આ બનાવમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. આગના કારણે સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ છે.

એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવની જાણ નડિયાદ ફાયર બિગ્રેડની ટીમને કરાતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. આ બનાવમાં કોઈ જાહાની સર્જાઈ નહોતી. જોકે કાર સંપૂર્ણ લોસ થઈ ગઈ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.