કેરળના કોઝિકોડ જિલ્લાના ગોવિંદપુરમ વિસ્તારના 42 વર્ષીય દીપક નામના વ્યક્તિએ 18 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લેતાં રાજ્યમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં દીપક KSRTCની બસમાં મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન એક મહિલાએ તેમનો વીડિયો ઉતાર્યો હતો અને તેમની સામે છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે દીપક માનસિક તણાવમાં આવી ગયા હતા. આ ઘટનાના પગલે કેરળ પોલીસે હવે તે મહિલા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો દાખલ કર્યો છે.
केरल: कोझीकोड में 16 जनवरी को मनोवैज्ञानिक शिमजिथा मुस्तफा ने एक खचाखच भरी बस से 26 सेकंड का एक सेल्फी वीडियो पोस्ट किया. वीडियो में उन्होंने 41 वर्षीय दीपक यू पर आरोप लगाया कि बस के झटकों के बीच उसने जानबूझकर उन्हें गलत तरीके से छुआ.
वीडियो वायरल हो गया और सोशल मीडिया पर दीपक… pic.twitter.com/wgTDY9VoFw
— One India News (@oneindianewscom) January 19, 2026
19 જાન્યુઆરીના રોજ પોલીસે બીએનએસની કલમ 108 હેઠળ મહિલાની સામે FIR નોંધાવી હતી. આ સાથે જ રાજ્ય માનવ અધિકાર પંચે પણ આ મામલે ગંભીર નોંધ લઈ ઉત્તર કેરળના ડીઆઈજીને તપાસ સોંપી છે અને એક અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ પહેલાં કોઝિકોડ પોલીસે દીપકની આત્મહત્યા અંગે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો, પરંતુ પરિવારજનો અને દીપકના મિત્રોએ મહિલાના આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવી ન્યાયની માંગ કરી હતી. તેમની રજૂઆત બાદ પોલીસે કેસની દિશા બદલીને મહિલાની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો અલગ-અલગ એંગલથી લેવાયેલો હોવાનું સામે આવ્યું છે. અનેક યુઝર્સે દાવો કર્યો હતો કે મહિલા ફેમસ થવા માટે વીડિયો બનાવી તેને વાયરલ કરી રહી હતી. દીપકના પરિવારનો દાવો છે કે વીડિયો વાયરલ થયા બાદ દીપક ભારે માનસિક તણાવમાં રહેતા હતા અને તેમણે પરિવારને વારંવાર કહ્યું હતું કે તેમનો કોઈ ખોટો ઈરાદો ન હતો. અંતે, આ માનસિક દબાણ સહન ન થતાં તેમણે 18 જાન્યુઆરીના રોજ પંખે લટકીને પોતાનું જીવન ટૂંકાવ્યું. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને તપાસના પરિણામો પર આગળની કાર્યવાહી નિર્ભર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel