Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા

GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સની નોટિસ આપેવા માટે ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર હોવો ફરજિયાત ન હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. સીબીઆઈસી સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે પહેલા દરેક નોટિસ કે પક્ષકાર સાથે કરવામાં આવેલા સંદેશની આપ-લે માટે ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર નાખવો ફરજિયાત નથી.

ખોટી નોટિસની નકલ લઈ વેપારીઓને ખંખેરતા અધિકારીઓ સામે રક્ષણ મળશે 

ભૂતકાળમાં જીએસટીના અધિકારીઓ અને વકીલો સાથેની મિલીભગતમાં પોતાની રીતે માત્ર નોટિસનો કાગળ લઈને પક્ષકારો પાસે પહોંચી જઈને તેમની પાસેથી મોટી રકમ મેળવી લેતા હોવાના બનેલા કિસ્સાને ધ્યાનમાં રાખીને પણ સંભવતઃ ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબરની વ્યવસ્થા અમલમાં આવી હોવાનું માનવામાં આવે છે.

જૂની વ્યવસ્થા હેઠળ વેપારીને કે કંપનીને આપવામાં આવતી દરેક નોટિસ, સમન્સ કે પછી અન્ય સત્તાવાર પત્રવ્યવહાર પર ક્યાથી અને કોણે શરુ કર્યો તે જાણી શકાય તે માટે તેના પર ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર લગાવવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ડેસ્કથી આરંભ થાય ત્યાંથી માંડીને ઓફિસના સંબંધિત અધિકારીના માધ્યમથી સંબંધિત પક્ષકાર સુધી તે પત્ર ગયો હોય તો તેનું પગેરું મેળવી શકાય છે. તેની સાથે કોઈ જાતના ચેડાં ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પરિણામે કઈ ઓફિસમાંથી ક્યારે કયા અધિકારીઓ નોટિસ ઇશ્યૂ કરી છે તે જાણી શકાય તેવી વ્યવસ્થા અમલમાં આવી હતી.

CBICએ નવા પરિપત્રમાં સ્પષ્ટતા કરી 

2019ની સાલમાં પરિપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર નાખવાની વ્યવસ્થા ચાલુ કરીને ટેક્‌નોલોજીનો લાભ લેવાના ઇરાદા સાથે ગોઠવણ કરવામાં આવી હતી. આ સંદેશ વિનિમય વઘુ પારદર્શક બને તેવી ગણતરી સાથે ડીન નંબર લેવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી.

પરંતુ તેની સાથે જ એઆરએન નંબર અન રેફરન્સ નંબરની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. આ એઆરએન નંબર અને રેફરન્સ નંબરને કારણે દસ્તાવેજનું પગેરું મેળવી શકાતું હોવાથી તેના પર ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર લખવો હવે જરૂરી ન જણાતા ડૉક્યુમેન્ટ રેફરન્સ નંબર લખવો ફરજિયાત ન હોવાનું જણાવવામાં આવ્યું છે. સીબીઆઈસીએ નવમી જૂને એક પરિપત્ર જાહેર કરીને આ સ્પષ્ટતા કરી છે.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.