Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

ઉમરેઠ શહેરમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના ૫૪૭મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી

ઉમરેઠ શહેરમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના ૫૪૭મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી

ચૈત્ર વદ એકાદશીની તીથીએ ઉમરેઠ શહેરમાં વૈષ્ણવ પુષ્ટિમાર્ગના પ્રચારક પૂજ્ય શ્રી વલ્લભાચાર્યજી ની જયંતી ખુબ શ્રદ્ધા સાથે ઉજવાઈ.

ઉમરેઠ ખાતે શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૭મો પ્રાગટ્ય મહોત્સવ મહેન્દ્ર કુમાર મોહનલાલ શાહ પરિવારના યજમાન પદે ભારે ભક્તિભેર ઉજવાયો હતો. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી ના પ્રાગટ્ય પર્વ નિમિત્તે સવારે મોટા મંદિર ખાતે થી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત શ્રી ગીરીરાજ ધામ ખાતે યજમાન પરિવાર દ્વારા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વ ની ઝાંખી નું નિદર્શન કરવામાં આવ્યું હતુ સવારે 11.00 કલાકે મંદિર ખાતે પલના અને તિલક દર્શન તેમજ બપોરે 04.00 કલાકે કિર્તન તેમજ ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. શોભાયાત્રા નગર વિહાર કરી મંદિર ખાતે વિજય થઈ હતી. શોભાયાત્રાનું નગરના વિવિધ વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.