કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સામે કડક કાર્યવાહી કરતા તેને નોટિસ મોકલી છે અને તેના જનરેટિવ AI ચેટબોટ Grok પરથી અશ્લીલ તથા અપમાનજનક કન્ટેન્ટ તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી અને Grok AIની સમીક્ષા અંગેનો વિગતવાર રિપોર્ટ 72 કલાકની અંદર સબમિટ કરવો ફરજિયાત રહેશે.
છેલ્લા કેટલાક દિવસોમાં Xના Grok AIનો દુરુપયોગ વધી ગયો છે, જેમાં વપરાશકર્તાઓ મહિલાઓની તસવીરો અપલોડ કરીને તેમના કપડાં દૂર કરવા અથવા તેમને વધુ ઉત્તેજક રીતે દર્શાવવા જેવા નિર્દેશ આપી રહ્યા હતા. અનેક કિસ્સાઓમાં Grokએ પરવાનગી વિના મહિલાઓના અશ્લીલ રૂપાંતરણવાળા આઉટપુટ આપ્યા હોવાનું સામે આવ્યું છે. આવા કન્ટેન્ટ Xની પોતાની નીતિઓ તેમજ ભારતીય કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે, જેને લઈને કેન્દ્ર સરકારની ચિંતા વધી છે.
Ministry of Electronics and Information Technology writes a letter to the Chief Compliance Officer of X Corp. (formerly Twitter) over the failure to observe statutory due diligence obligations under the Information Technology Act, 2000 and the Information Technology (Intermediary… pic.twitter.com/lpXNweaTxz
— ANI (@ANI) January 2, 2026
આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)એ ગંભીર વાંધો ઉઠાવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે Grok AIનો ઉપયોગ મહિલાઓને નિશાન બનાવી અશ્લીલ, અભદ્ર અને લૈંગિક રીતે સ્પષ્ટ સામગ્રી બનાવવા અને શેર કરવા માટે થઈ રહ્યો છે, જે ગોપનીયતા અને માનવ ગૌરવનું ગંભીર ઉલ્લંઘન છે. MeitYએ ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિઓ જાતીય સતામણીને સામાન્ય બનાવે છે અને કાનૂની સુરક્ષાને નબળી પાડે છે.
આ મુદ્દે રાજ્યસભાની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ IT મંત્રાલયને પત્ર લખીને Grok AIના દુરુપયોગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સરકારના આ કડક વલણ બાદ હવે Xને Grok AIની કામગીરીની સમીક્ષા કરીને અશ્લીલ કન્ટેન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવું પડશે, નહીં તો કંપની સામે વધુ કડક પગલાં લેવાઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel