BCCIએ શાહરૂખ ખાનની માલિકીની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસાને કારણે રહેમાનના IPLમાં રમવા સામે દેશભરમાં વિરોધ ઉઠી રહ્યો હતો. આ મામલે BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે તાજેતરમાં સામે આવેલા ઘટનાક્રમ અને સામાજિક સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે KKRને આ નિર્ણય લેવા કહ્યું છે. તેમણે ઉમેર્યું કે જો ફ્રેન્ચાઇઝી કોઈ અન્ય ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવા માગે તો BCCI તેની મંજૂરી આપશે.
બાંગ્લાદેશમાં છેલ્લા 14 દિવસમાં ત્રણ હિંદુઓની હત્યાના અહેવાલો સામે આવ્યા બાદ દેશના રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળ્યો હતો. શિવસેના નેતા સંજય નિરુપમ, કથાવાચક દેવકીનંદન ઠાકુર અને ભાજપ નેતા સંગીત સોમ સહિત અનેક આગેવાનોએ શાહરૂખ ખાન અને KKR મેનેજમેન્ટ પર કડક ટીકા કરી હતી. આ વચ્ચે નોંધનીય છે કે KKRએ ગયા મહિને અબુધાબીમાં યોજાયેલા IPL મિની ઓક્શનમાં મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેના કારણે તે IPL ઇતિહાસમાં સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. IPL 2026 ની શરૂઆત 26 માર્ચથી થશે અને ફાઇનલ મેચ 31 મેના રોજ રમાશે.
#WATCH | गुवाहाटी | बीसीसीआई सचिव देवजीत सैकिया ने कहा, "हाल के घटनाक्रमों के चलते बीसीसीआई ने फ्रेंचाइजी कोलकाता नाइट राइडर्स (KKR) को निर्देश दिया है कि वे अपनी टीम से बांग्लादेश के खिलाड़ी मुस्तफिजुर रहमान को रिलीज कर दें।
बीसीसीआई ने यह भी कहा है कि अगर वे कोई रिप्लेसमेंट… pic.twitter.com/QerzNuMAl9
— One India News (@oneindianewscom) January 3, 2026
આઈપીએલમાં 5 ટીમ માટે રમી ચૂક્યો હતો મુસ્તફિઝુર
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશના શાનદાર બોલરો પૈકી એક છે અને દુનિયાભરની લીગમાં તે રમતો દેખાય છે. તે આઈપીએલમાં 2016 થી રમી રહ્યો હતો. અત્યાર સુધી બાંગ્લાદેશનો આ ખેલાડી સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને સીએસકે માટે પણ રમી ચૂક્યો હતો. તેણે આઈપીએલમાં 60 મેચમાં 65 વિકેટ ઝડપી હતી. આ વખતે આઈપીએલ 2026 માટે રમાડવા માટે તેણે હરાજીમાં કેકેઆર દ્વારા 9.20 કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો હતો. જોકે હવે વિરોધને પગલે તેને કાઢી મૂકવાની ફરજ પડશે.
નિરુપમ બોલ્યા- શાહરૂખ પોતાની ટીમમાંથી રહેમાનને બહાર કરે
શિવસેના નેતા સંજય નિરુપમે KKRના માલિક શાહરૂખ ખાનને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી હટાવવા અપીલ કરી છે. નિરુપમે કહ્યું- ‘જ્યારે આખો દેશ બાંગ્લાદેશને લઈને ગુસ્સા અને નારાજગીમાં છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ તે બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાંથી હટાવી દે.’ તો બીજી તરફ, શિવસેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું- બાંગ્લાદેશી ખેલાડીઓને IPLમાં ભારતીય ધરતી પર રમવાની મંજૂરી ન આપવી જોઈએ.
ધર્મગુરુઓએ કર્યો હતો વિરોધ, શાહરુખને ગણાવ્યો હતો દેશદ્રોહી
ઉલ્લેખનીય છે કે કેકેઆરના માલિક શાહરુખ ખાનને તેની ટીમ માટે બાંગ્લાદેશી ખેલાડીને ખરીદવા મામલે દેશદ્રોહી ગણાવતા અનેક ધર્મગુરુઓ દ્વારા ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે દેવકીનંદન ઠાકુરે એક કથા દરમિયાન કહ્યું કે, ‘અમે કહ્યું હતું કે IPLમાં કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર ન હોવા જોઈએ. અમે સર્ચ કર્યું છે, એક બાંગ્લાદેશી ક્રિકેટર છે જેને ખરીદવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે તેને કોણે ખરીદ્યો? તે અહીં મુંબઈમાં જ રહે છે. તે એક ટીમનો માલિક છે. અમે સાંભળ્યું છે કે તેને પાકિસ્તાન પ્રત્યે ઊંડો પ્રેમ છે. તેને હિંદુઓને દુઃખ પહોંચાડનારાઓ પ્રત્યે જ ઊંડો પ્રેમ છે. અમે તેને કહેવા માંગીએ છીએ કે, જો તમે હિંદુઓને પ્રેમ કરો છો, જો તમે ભારતને પ્રેમ કરો છો, જો તમને હિંદુઓના મૃત્યુ પર દુઃખ છે, જો તમને તે 6 વર્ષની બાળકીને સળગાવી દેવા પર દુઃખ છે, તો મિસ્ટર KKR (અહીં KKRના સહ-માલિક SRK, એટલે કે શાહરૂખ ખાન તરફ ઈશારો છે) તે ખેલાડીને, બાંગ્લાદેશી ખેલાડીને પોતાની ટીમમાંથી તાત્કાલિક બહાર કરો.’
ભાજપ નેતા સંગીત સોમ બોલ્યા- શાહરૂખ ક્યારેક પાકિસ્તાનનું સમર્થન કરે છે તો ક્યારેક બાંગ્લાદેશનું
ભાજપ નેતા સંગીત સોમે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓને પસંદ કરી કરીને મારવામાં આવી રહ્યા છે. આવા સમયે ત્યાંના ખેલાડીઓને ખરીદવા, આ તો દેશ સાથે ગદ્દારી થઈ ને. શાહરૂખ ખાન જેવા લોકો ગદ્દાર છે. તેઓ ક્યારેક પાકિસ્તાનનું સમર્થન કરે છે તો ક્યારેક બાંગ્લાદેશનું. તેઓ દરેક એ દેશનું સમર્થન કરે છે જે હિંદુઓ પર અત્યાચાર કરે છે. જ્યારે આ ગદ્દાર લોકો નથી જાણતા કે તમને સુપરસ્ટાર ભારતના લોકોએ બનાવ્યા છે.
એક દિવસ પહેલા બુધવારે સોમે કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાનનો કોઈ ખેલાડી ભારતમાં રમવા ન આવી શકે તો બાંગ્લાદેશનો ખેલાડી ભારતમાં કેવી રીતે રમવા આવશે. આ બિલકુલ ચાલશે નહીં. અમે રમવા નહીં દઈએ.
દેવકીનંદન બોલ્યા- શાહરૂખ માફી માગે, 9.2 કરોડ પીડિત પરિવારોને આપે
કથાવાચક દેવકીનંદન ઠાકુરે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી રહી છે, તેમના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે અને તેમની બહેનો અને દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યો છે. આવી નિર્દય હત્યાઓ જોયા પછી કોઈ આટલું પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે, ખાસ કરીને તે જે પોતાને એક ટીમનો માલિક કહે છે?
તે આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે કે તે જ દેશના ક્રિકેટરને પોતાની ટીમમાં સામેલ કરે? તમે આ દેશનું દેવું કેવી રીતે ચૂકવશો? એક બાંગ્લાદેશી ક્રિકેટરને લાવીને અને તેને આપણી જમીન પર રમાડીને? અમે KKR મેનેજમેન્ટ અને તેમના બોસને કહીશું, આ વાત સમજો અને તે ક્રિકેટરને ટીમમાંથી કાઢી નાખો.
માફી અને પસ્તાવા રૂપે, 9.2 કરોડ રૂપિયા જે તે ક્રિકેટરને આપવામાં આવી રહ્યા છે. તે ત્યાં માર્યા ગયેલા હિંદુ બાળકોના પરિવારોને આપવા જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel