આ એવોર્ડ સમારંભનું આયોજન એન.એમ.ડી. ન્યુઝ નેટવર્ક દ્વારા સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા તથા અલ્કેશસિંહજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી યોજાતો આ એવોર્ડ સમારંભ અત્યાર સુધીમાં 1000થી વધુ સેવાભાવી વ્યક્તિઓને સન્માનિત કરી ચૂક્યો છે. આ વર્ષે કાર્યક્રમ રાજપીપળાના આંબેડકર ભવન ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.
કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, સ્વામી સિદ્ધેશ્વરજી, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, ડો. તુષાર સુવાગીયા, નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે સન્માન પામનારા કર્મનિષ્ઠ લોકપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, હોમગાર્ડ, વન અધિકારીઓ, શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો, વિવિધ સંઘના પ્રતિનિધિઓ, ARTO, મામલતદાર, કલેક્ટર કચેરીના સ્ટાફથી લઈને રમત જગતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ખેલાડીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થયો હતો.
આ એવોર્ડથી સન્માનિત થયેલા સર્વે વ્યક્તિઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પણ આવા સન્માનાત્મક કાર્યક્રમો વ્યક્તિ, કર્મચારી તથા સંસ્થાઓને વધુ પ્રેરણા પૂરી પાડે છે તેવું જણાવ્યું. આવા પ્રોત્સાહનથી સેવાભાવી કાર્યને નવો વેગ મળે છે તેમજ સમાજ માટે ઉદાહરણરૂપ પ્રેરણા પ્રાપ્ત થાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel