રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને પોલીસ દ્વારા વિશાળ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા રતનપર, હડાળા સહિતના વિસ્તારોના ગ્રામજનો તરફથી મળેલી ફરિયાદોને આધારે પોલીસએ આ કાર્યવાહી શરૂ કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ હતો કે આફ્રિકન મૂળના કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, જેના કારણે સ્થાનિક સ્તરે ચિંતા અને અસંતોષ જોવા મળ્યો હતો. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ પોલીસે અલગ-અલગ બ્રાન્ચની ટીમો બનાવીને લગભગ 250 સ્થળોએ તપાસ હાથ ધરી.
આ તપાસ દરમિયાન પોલીસે પાંચ જેટલા વિદેશી નાગરિકોના વિઝા પૂર્ણ થઈ ગયા હોવાનું બહાર આવ્યું. જેમાંથી ચાર યુવતીઓ બિઝનેસ વિઝા પર ભારત આવી હતી જ્યારે એક વિદ્યાર્થી વિદ્યાર્થિની તરીકે અહીં અભ્યાસ કરવા આવી હોવાનું જણાયું. વિઝા પૂર્ણ થતાં જ તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જરૂરી દસ્તાવેજી કાર્યવાહી માટે સંબંધિત વિભાગો સાથે પણ સંપર્ક કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું છે કે તપાસ માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ આર.કે.યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પર સતત ચકાસણી અભિયાન ચાલુ રાખવામાં આવશે. આજે પણ બે આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યા હોવાનું જણાયું છે, જેનાથી તપાસને વધુ ગહન બનાવવામાં આવી રહી છે. પોલીસના આ પગલાથી સ્થાનિકોમાં રાહતનો માહોલ છે, કારણ કે લાંબા સમયથી વિદેશી વિદ્યાર્થીઓના વર્તન અંગે ફરિયાદો મળી રહી હતી. હવે તમામ વિદેશી નાગરિકોના વિઝા અને કાયદાકીય દસ્તાવેજોની નિયમિત ચકાસણી કરાશે, જેથી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel