ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રવિવાર, 10 ઓગસ્ટે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષીય યુવતી પર ચાર લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પીડિતા, જે ગુરુગ્રામ સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેના જણાવ્યા મુજબ તે પોતાના મિત્રના આમંત્રણ પર સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલ એક ઘરમાં પાર્ટીમાં ગઈ હતી. પાર્ટીમાં બે તેના પરિચિત મિત્રો અને બે અન્ય અજાણ્યા યુવકો હાજર હતા. મોડી રાત સુધી ચાલેલી પાર્ટી દરમિયાન દારૂ પીવામાં આવ્યો હતો. યુવતીએ આક્ષેપ કર્યો છે કે દારૂમાં નશીલી દવા ભેળવીને ચારેય આરોપીઓએ તેને બેભાન જેવી સ્થિતિમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું.
પીડિતાના કહેવા મુજબ, આ કૃત્ય દરમિયાન તેને માર મારવામાં આવ્યો અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. બાદમાં આરોપીઓએ ધમકી આપી કે જો તેણે પોલીસને જાણ કરી તો આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે. ઘટના બાદ આરોપીઓએ યુવતીને ઘરની બહાર છોડી ભાગી ગયા.
ઘટનાની જાણ થતાં જ પીડિતાએ પોલીસને સંપર્ક કર્યો. પોલીસએ તરત જ તેની તબીબી તપાસ કરાવી, પરિવારને જાણ કરી અને કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસએ IPCની સંબંધિત કલમો હેઠળ સામૂહિક દુષ્કર્મનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. સિવિલ લાઇન્સ સ્થિત તે ઘરમાં પોલીસે તપાસ કરી હતી, પરંતુ ચારેય આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસને તેજ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel