Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ

અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ શ્રી કૃષ્ણના ભાવપૂર્ણ વધામણાં કરી આરતી ઉતારી હતી. મુખ્યમંત્રીએ ઇસ્કોન ખાતે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરી હતી, અને ભાવિક ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું.

ઇસ્કોન, અમદાવાદના અધ્યક્ષ પૂ. કલાનાથપ્રભુએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા. ઇસ્કોન ખાતે મુખ્યમંત્રીની સાથે અમ્યુકોના ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈ, અન્ય પદાધિકારીઓ પણ કૃષ્ણ જન્મોત્સવમાં સહભાગી થયા હતા.

 

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.