આ દરમિયાન બંને નેતાઓએ એક બીજા સાથે હાથ મિલાવ્યા હતા પણ અમેરિકાને આટલાથી સંતોષ થયો નથી. અમેરિકા અને ચીનના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે આ સમિટની સાથે સાથે વ્યક્તિગત મુલાકાતનો પ્રસ્તાવ પણ અમેરિકાએ મુક્યો હતો પણ ચીને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
જેના પર અમેરિકાએ નિરાશા વ્યક્ત કરી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને કહ્યુ હતુ કે, અમારૂ માનવુ છે કે ચીન સાથે વાતચીતના રસ્તા ખુલ્લા રહેવા જોઈએ. જેટલી વધારે વાતચીત થશે તેટલી ગેરસમજ સર્જાવાની શક્યતા ઓછી રહેશે અને સંઘર્ષ જેવી સ્થિતિ પણ નહીં સર્જાય.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 2018માં ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગફૂને પ્રતિબંધિત જાહેર કરી દીધા હતા. ચીન દ્વારા રશિયન હથિયારો ખરીદવા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના કારણે દાઝે ભરાયેલા ચીને વ્યક્તિગત બેઠક માટે ના પાડી હોવાની શક્યતા છે.
લોઈડ ઓસ્ટિને તાજેતરમાં અમેરિકન વિમાનને ચીનના ફાઈટર જેટ દ્વારા ખતરનાક રીતે ઈન્ટરસેપ્ટ કરવાના મામલે પણ ચિંતા વ્યક્ત કરી હતી.