ઉત્તર પ્રદેશમાં આજે શુક્રવારે સાંજે 6 વાગ્યે સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શહેરો, ગામડાં તેમજ તમામ શાસકીય અને ખાનગી વિસ્તારોમાં લાઇટો બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના ઘરો, દુકાનો અને ઓફિસોમાં પણ લાઇટો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. બ્લેકઆઉટ શરૂ થતાં જ વિવિધ વિસ્તારોમાં જોરદાર સાયરન વગાડવામાં આવશે, જેથી લોકો સતર્ક બની જાય. આ સમગ્ર પ્રક્રિયા વાસ્તવિક ઈમરજન્સી નહીં પરંતુ સુરક્ષા તૈયારીઓની કસોટી માટે યોજાયેલી વ્યાપક મોક ડ્રિલનો ભાગ છે.
આ બ્લેકઆઉટ યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સંભવિત આકસ્મિક પરિસ્થિતિઓમાં તંત્ર કેટલું તૈયાર છે તે ચકાસવા માટે કરવામાં આવી રહ્યો છે. મોક ડ્રિલ દરમિયાન સિવિલ ડિફેન્સ, NDRF, હોમગાર્ડ્સ, ફાયર બ્રિગેડ, પોલીસ અને આરોગ્ય વિભાગ સહિતની વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનનું મૂલ્યાંકન કરવામાં આવશે. સંકટ સમયે રેસ્ક્યૂ, સારવાર, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તેની પ્રાયોગિક કવાયત પણ આ દરમિયાન કરવામાં આવશે. સાથે સાથે સામાન્ય જનતાને પણ આવી પરિસ્થિતિઓમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી અને તાલીમ આપવામાં આવશે.
બ્લેકઆઉટનો મુખ્ય હેતુ હવાઈ હુમલા જેવી સ્થિતિમાં દુશ્મનને ભ્રમિત કરવાનો હોય છે. જ્યારે કોઈ વિસ્તાર સંપૂર્ણ રીતે અંધકારમાં મૂકવામાં આવે છે, ત્યારે આકાશમાંથી દુશ્મન માટે ચોક્કસ લક્ષ્ય ઓળખવું મુશ્કેલ બની જાય છે. આ રણનીતિ યુદ્ધકાળીન સુરક્ષા વ્યવસ્થાનો મહત્વનો ભાગ ગણાય છે. અગાઉ પણ ‘ઓપરેશન સિંદૂર’ પહેલા દેશના વિવિધ રાજ્યોમાં આવી મોક ડ્રિલ અને બ્લેકઆઉટ યોજાયા હતા. હવે ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની વ્યાપક કવાયત કરીને રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ પોતાની તૈયારીને વધુ મજબૂત બનાવવા જઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel