વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 23 જાન્યુઆરી 2026ના રોજ તમિલનાડુના મદુરંતકમમાં યોજાયેલી વિશાળ જનસભામાં રાજ્યની રાજકીય દિશા બદલવાની ખુલ્લી અપીલ સાથે ચૂંટણીનો શંખનાદ કર્યો. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ‘પરાક્રમ દિવસ’ના અવસર પર સંબોધન કરતાં પીએમ મોદીએ DMK સરકાર પર આક્રમક પ્રહાર કર્યા અને કહ્યું કે તમિલનાડુની જનતા હવે DMKના કુશાસનથી કંટાળી ગઈ છે અને રાજ્યમાં BJP-NDAની સરકાર લાવવાનો સંકલ્પ કરી ચૂકી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં સાચી લોકશાહી રહી નથી અને સમગ્ર શાસન વ્યવસ્થા માત્ર એક પરિવારના હિતો માટે ચાલે છે.
आपने DMK को दो बार clear mandate दिया। लेकिन इन्होंने तमिलनाडु की जनता का भरोसा तोड़ा।
DMK ने वादे ढेर सारे किए, लेकिन काम जीरो (ZERO) रहा।
DMK सरकार को अब लोग CMC सरकार कह रहे हैं।
CMC सरकार यानी, करप्शन, माफिया और क्राइम को बढ़ावा देने वाली सरकार।
– पीएम @narendramodi pic.twitter.com/Z5Bsir0Qwd
— BJP (@BJP4India) January 23, 2026
જનસભામાં હાજર ભારે ભીડ તરફ ઈશારો કરતાં પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુ હવે બદલાવ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોકો ખુદ DMK સરકારને ‘CMC’ સરકાર કહેવા લાગ્યા છે. આ શબ્દનો અર્થ સમજાવતા તેમણે જણાવ્યું કે C એટલે કરપ્શન (ભ્રષ્ટાચાર), M એટલે માફિયા અને ફરી C એટલે ક્રાઇમ (ગુનાહિત પ્રવૃત્તિ). પીએમ મોદીએ કહ્યું કે DMKએ ચૂંટણી સમયે જનતાને મોટા-મોટા વચનો આપ્યા હતા, પરંતુ હકીકતમાં વિકાસ અને કામના મામલે સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.
તેમણે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને જવાબદારીના અભાવ પર કડક ટીકા કરતાં કહ્યું કે DMKમાં આગળ વધવાની તક માત્ર તેમને જ મળે છે, જેઓ કોઈ ખાસ પરિવાર સાથે જોડાયેલા હોય અથવા ભ્રષ્ટાચાર અને મહિલાઓના અપમાન જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય. વડા પ્રધાનના જણાવ્યા મુજબ, આવી વંશવાદી અને સ્વાર્થભરી રાજનીતિના કારણે રાજ્યનો વિકાસ અટકી ગયો છે અને જનતાના હકના સંસાધનો થોડા લોકોની તિજોરીઓ ભરવામાં વપરાઈ રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel