ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા પરમાણુ તણાવના વચમાં ઇસ્ફહાન પરમાણુ સુવિધા (Isfahan Uranium Conversion Facility)ને લઈને નવા સેટેલાઇટ દ્રશ્યોમાંથી ચિંતાજનક ખુલાસો થયો છે. 27 જૂનની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈરાને ભૂમિગત ટનલનો પ્રવેશદ્વાર ફરીથી ખોલી દીધો છે – જે અગાઉ સીલ કરવામાં આવ્યો હતો. આ ટનલ ઇસ્ફહાન પરમાણુ સાઇટનો મહત્વનો ભાગ છે, જ્યાં યુરેનિયમ કન્વર્ઝન અને સંભવિત રીતે વધુ ઊંડી એનરિચમેન્ટ પ્રવૃત્તિઓ થતી હોય છે. ટનલના ફરી ખોલાવા પાછળનું ચોક્કસ કારણ ઈરાન તરફથી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેને ભારત સહિત સમગ્ર દુનિયા માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ગંભીર અને ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ત્યારે જ્યારે અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.
અમેરિકન જોડાઈન્ટ ચીફ ઑફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને જણાવ્યું છે કે ઇસ્ફહાન પરમાણુ સુવિધા એટલી ઊંડાણમાં આવેલી છે કે ત્યાં ‘Massive Ordnance Penetrator’ (બંકર બસ્ટર બોમ્બ) પણ અસરકારક થતું ન હતું. એટલેયે અમેરિકાએ પનડુબ્બીમાંથી ટોમહૉક મિસાઇલ છોડી તેનું નિશાન લીધું હતું. આ હુમલાને કારણે ઈરાનના અન્ય પરમાણુ સ્થળો પર પણ અસર પહોંચી છે – ખાસ કરીને ફોર્ડો ન્યૂક્લિયર ફેસિલિટી, જ્યાં 27 જૂનથી તાત્કાલિક ખોદકામ શરૂ થઈ ગયું છે. Maxar Technologies દ્વારા લેવાયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે ફોર્ડો સાઇટ પર ટ્રક, જેસીબી અને માટી દૂર કરનારી મશીનરી સતત કામ કરી રહી છે.
new satellite imagery from today (June 27) of Iran's Fordow nuclear facility (which has been in the news of late.) Images 1-4: bulldozers and excavators (purportedly) visible at tunnel entrances, and some road work as well. 📸 @Maxar pic.twitter.com/QrktcsY1lj
— Mike Eckel (@Mike_Eckel) June 27, 2025
ઈઝરાયલના ગુપ્તચર સંસ્થાઓનું માનવું છે કે ઈરાન આ ટનલમાંથી ખતરનાક પ્રમાણમાં એનરિચ યુરેનિયમ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે છે – જે પરમાણુ હથિયાર નિર્માણ માટે વપરાય છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. તેમ છતાં, તાજેતરના હુમલાઓ અને તેના પરિણામે ફરી ખોલવામાં આવેલી ટનલ ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ અંગે મોટો પ્રશ્ન ઊભો કરે છે.
આ બધી ઘટનાઓ વચ્ચે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ખૂબ જ આક્રમક વલણ દાખવ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, જ્યારે પૂછવામાં આવ્યું કે ફરી એવી પરિસ્થિતિ સર્જાય તો શું તમે ઈરાન પર હુમલો કરશો? તો તેમણે ખચકાટ વિના કહ્યું, “હા જરૂર, કોઈપણ સવાલ વિના.”
સિનેટમાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પના આ વલણને ખુલ્લું સમર્થન આપ્યું છે. 53-47ની બહુમતી સાથે તેઓએ કહ્યું કે ઈરાનના પરમાણુ હેતુઓ માત્ર અમેરિકાના સહયોગી દેશો માટે પણ ગંભીર જોખમ છે. આ રિપબ્લિકન સિનેટર્સે એવું મંતવ્ય પણ વ્યક્ત કર્યું કે રાષ્ટ્રપતિ પાસે ક્યારેક સંકટ સમયે કોંગ્રેસની મંજૂરી વિના પણ તાત્કાલિક નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ, જે રીતે આ વખતે ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ સાઇટ્સ પર હુમલો કરવામાં આવ્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel