Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

રણબીર કપૂરની ‘Animal’ અને વિક્કી કૌશલની ‘Sam Bahadur’ વચ્ચે ટક્કર, જાણો બોક્સ ઓફિસ પર કોણ છે આગળ?

રણબીર કપૂરની ‘Animal’ અને વિક્કી કૌશલની ‘Sam Bahadur’ વચ્ચે ટક્કર, જાણો બોક્સ ઓફિસ પર કોણ છે આગળ?

બોક્સ ઓફિસ રેસમાં એનિમલ અને સામ બહાદુરમાંથી કઈ ફિલ્મ આગળ?

બોક્સ ઓફિસ પર આ વર્ષે ઘણી મોટી ફિલ્મોનો ક્લેશ થયો છે. 11 ઓગસ્ટ 2023એ એક જ દિવસ અને તારીખ પર સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની ઓએમજી 2 રિલીઝ થઈ હતી. ઓપનિંગ ડે પર બંને ફિલ્મોને દર્શકોનો શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો અને તેમણે પહેલા દિવસે કંબાઈંડલી ભારતમાં લગભગ

800 કરોડની કમાણી કરી હતી. જોકે રિપોર્ટ અનુસાર ગદર 2 નું લાઈફ ટાઈમ કલેક્શન 525.45 કરોડ રૂપિયા રહ્યુ અને ઓએમજી 2 નું લાઈફટાઈમ કલેક્શન 150.17 કરોડ રૂપિયા રહ્યુ.

1 ડિસેમ્બરે મોટા પડદે રણબીર કપૂરની એનિમલ અને વિક્કી કૌશલની સામ બહાદુરની વચ્ચે ક્લેશ થવા જઈ રહ્યો છે. આ સાથે જ અટકળો લગાવાઈ રહી છે કે ઓએમજી 2 અને ગદર 2 ની જેમ, એકબીજા સાથે ટફ કંપ્ટીશન થયા છતા બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઈ શકે છે.

એડવાન્સ બુકિંગમાં એનિમલ આપી રહી સામ બહાદુરને માત

ઉલ્લેખનીય છે કે એનિમલ અને સામ બહાદુર બંને ફિલ્મોની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂકી છે અને શરૂઆતી રૂઝાન અનુસાર એનિમલ ગદર 2ને ફોલો કરી રહી છે, જ્યારે સામ બહાદુર ઓએમજી 2 ને બેવડાઈ રહી છે એટલે કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે એડવાન્સ બુકિંગમાં ગદર 2 ની જેમ એનિમલ આગળ ચાલી રહી છે. ઓએમજી 2 ની જેમ સામ બહાદુર એડવાન્સ બુકિંગમાં સેકન્ડ ચોઈસ બનેલી છે.

અત્યાર સુધી એનિમલ અને સામ બહાદુરનું કેટલુ એડવાન્સ બુકિંગ થયુ

એડવાન્સ બુકિંગ અનુસાર રવિવાર સુધી એનિમલનું 3 લાખ નજીક ટિકિટોનું પ્રી બુકિંગ થઈ ચૂક્યુ હતુ અને આ સાથે રણબીર કપૂરની ફિલ્મે રિલીઝ પહેલા જ 6 કરોડથી વધુનું કલેક્શન પણ કરી લીધુ છે. સામ બહાદુરના એડવાન્સ બુકિંગ અનુસાર તેણે અત્યાર સુધીમાં 18 હજાર 861 ટિકિટોની સેલ થઈ છે. આ સાથે તેણે 64 લાખ 13 હજાર રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હાલ જોવાનું એ રહેશે કે આ બંને ફિલ્મો પોતાની રિલીઝ પહેલા કેટલુ એડવાન્સ સેલ કરી શકે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.