ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ ધરાલી ગામ ખાતે ગંગોત્રી ધામ અને મુખવા પાસે વાદળ ફાટવાના કારણે મોટી કુદરતી આફત સર્જાઈ છે. વાદળ ફાટવાની ઘટના બાદ પર્વતીય નાળામાંથી ભયાનક ઝડપે પાણી રેલાઈ ગયું, જે સીધું રહીચ્છેત્ર તરફ વહેતાં સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ભયજનક સ્થિતિ ઊભી થઈ ગઈ. ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાણીના ભયાનક પ્રવાહ સાથે કેટલાંક ઘરો તણાઈ જતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવતાં જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણ (DDMA)એ ઘટના અંગે પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા ગંભીર નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ પાણીના જોરદાર પ્રવાહને લઈ લોકોએ ઘરો ખાલી કર્યા છે અને સુરક્ષિત સ્થળે શરણ લીધો છે. તંત્ર તરફથી NDRF અને SDRF જેવી રાહત અને બચાવ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને ગ્રામજનોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
उत्तरकाशी पुलिस ने कहा, "उत्तरकाशी में, हरसिल क्षेत्र में खीर गढ़ के जल स्तर में वृद्धि के कारण, धराली में नुकसान की खबरों ने पुलिस, एसडीआरएफ, सेना और अन्य आपदा प्रतिक्रिया टीमों को राहत और बचाव कार्यों में शामिल होने के लिए प्रेरित किया है।"#UttarkashiFlood #KheerGadh #Harsil… pic.twitter.com/fEmXbLZEfV
— One India News (@oneindianewscom) August 5, 2025
સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તાત્કાલિક પગલાં તરીકે પર્વતીય નાળાઓના પટ, પુલ અને રહેણાક વિસ્તારોની નિકટતા ધરાવતા વિસ્તારોમાં લોકોને દૂર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દોડી રહેલા અધિકારીઓ, પોલીસ દળ અને સ્થાનિક તંત્ર શરુઆતથી જ ત્વરિત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અંતે, મહત્વનું એ છે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં વરસાદી મૌસમ દરમિયાન વાદળ ફાટવાના કારણે બનેલી કુદરતી આપત્તિઓ હવે સામાન્ય બની ગઈ છે. દર વર્ષે આવી ઘટનાઓના કારણે લોકોને જીવ ગુમાવવા પડે છે, ઘરો તણાઈ જાય છે અને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. આથી સરકાર અને તંત્ર માટે આવવા વાળા દિવસોમાં વધુ જાગૃતતા અને પૂરા પાયા પર પ્રી-મોનસૂન તૈયારી જરૂરી બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel