ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ ભરતી દ્વારા અંદાજે 12 હજાર જેટલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં જોડાયા છે, જેમાં 8 હજારથી વધુ પુરુષ અને 3 હજારથી વધુ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રક્રિયા ટૂંકા સમયમાં, સંપૂર્ણ પારદર્શકતા અને વિવાદરહિત રીતે પૂર્ણ કરવામાં આવી હોવાને કારણે તેને એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં જે શાંતિ અને કાયદાના શાસનનો પાયો નાખ્યો છે, તેને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે.
આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં CCTV, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ, બોડી વોર્ન… pic.twitter.com/mRlVqNT0rb
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 23, 2025
આ પ્રસંગે વિકાસ સહાય સંબોધન કરતાં મુખ્યમંત્રીએ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરૂને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, પોલીસ ભરતી જેવી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પ્રક્રિયાને કોઈ વિવાદ વગર સફળતાપૂર્વક પૂર્ણ કરવી મોટી ઉપલબ્ધિ છે. તેમણે નવા જોડાયેલા તમામ યુવક-યુવતીઓને ગુજરાત પોલીસ પરિવારનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું કે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સુરક્ષા, સલામતી અને શાંતિ અત્યંત જરૂરી છે. તેથી ગુજરાત પોલીસમાં જોડાયેલા યુવાનો પોતાની જવાબદારી સમજીને પ્રજાની સેવા, કાયદો-વ્યવસ્થા અને જનવિશ્વાસ જાળવવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે ફરજ બજાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી.
ગુજરાતના સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા સાથે આજે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પોલીસમાં જોડાઈ રહેલા 11,500 થી વધુ કર્મઠ યુવાનોને પસંદગી પત્ર એનાયત કર્યા.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પોલીસ પરિવારની સાથે સંવાદનો અવસર ઘણો… pic.twitter.com/hACveisWQT
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 23, 2025
ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરૂએ જણાવ્યું કે, પોલીસ ખાતામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ લાંબા સમય સુધી ધીરજ અને સંયમ દાખવ્યો, જે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. આ ભરતી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ગ્રાઉન્ડ પરીક્ષા આપી હતી, જ્યારે 2 લાખ 47 હજાર ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. તેમાંમાંથી 32 હજાર ઉમેદવારોએ સફળતા મેળવી અને અંતે 11 હજારથી વધુ ઉમેદવારોની ફાઇનલ પસંદગી કરવામાં આવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ વિશ્વાસ, પારદર્શકતા અને ન્યાયસંગત રીતે યોજાઈ હતી, જેના કારણે ગુજરાત પોલીસને પ્રતિભાશાળી અને સમર્પિત યુવાનો મળ્યા છે.
પોલીસ શબ્દનો સાચો મર્મ..
P: Polite
O: Obedient
L: Loyal
I: Intelligent
C: Courageous
E: Enthusiastic pic.twitter.com/ibSt1Yomt0
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 23, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel