બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર બાલવાડી શિબિર યોજાશે.
લોકભારતી અધ્યાપન મંદિરમાં થયેલ આયોજન મુજબ આગામી ગુરુવારે સવારે શિક્ષણવિદ્દો નલીનભાઈ પંડિત, અલ્પેશભાઈ પીપળીયા અને અરુણભાઈ દવેની ઉપસ્થિતિ સાથે શિબિર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ દિવસે બપોરે ઘરશાળા અધ્યાપન મંદિર, દક્ષિણામૂર્તિ બાળ અધ્યાપન મંદિર દ્વારા બાળ મનોરંજન કાર્યક્રમ યોજાશે.
આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર આ બાલવાડી શિબિર યોજાશે, જેમાં બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિ થશે.
આ શિબિરમાં રમેશભાઈ પરમાર, ભાવનાબેન પાઠક, રાઘવજીભાઈ રમકડું, વિરજીભાઈ બાલા, ઈલિયાસભાઈ શેખ, વાસુદેવભાઈ સોઢા અને રામચંદ્રભાઈ પંચોળી વગેરે દ્વારા વિવિધ પ્રસ્તુતિ થશે.
બાલવાડી શિબિર સમાપન કાર્યક્રમ સોમવારે યોજાશે, જેમાં ભાવનાબેન પાઠક, રાજેન્દ્રભાઈ ખીમાણી અને હસમુખભાઈ દેવમુરારિની ઉપસ્થિતિ રહેશે.
સમગ્ર આયોજનમાં આચાર્ય જગદીશગિરિ ગોસાઈનાં નેતૃત્વ સાથે આ શિબિર સંયોજક કવિતાબેન વ્યાસ અને સહસંયોજક સંદિપભાઈ ઉંડવિયા રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel