click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની મંજૂરી, લઘુતમ ઉંમર 21 વર્ષ; નિયમો જાણી લો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની મંજૂરી, લઘુતમ ઉંમર 21 વર્ષ; નિયમો જાણી લો
GandhinagarGujarat

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની મંજૂરી, લઘુતમ ઉંમર 21 વર્ષ; નિયમો જાણી લો

ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે.

Last updated: 2025/12/23 at 6:38 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલી છૂટછાટમાં વધારાની છૂટ આપે છે.

Contents
કોને દારૂ પીવાની છૂટ મળશે?દારૂની પરમિટ લેવા શું કરવું પડશે?કયા કયા સ્થળે દારૂ પી શકાશે?છૂટછાટ સાથે કડક શરતો મુકાઇસરકારે કઈ કઈ કડક શરતો રાખીઅમદાવાદમાં પણ છૂટ મળી શકે!: સૂત્રકોને પરમિટ ઈસ્યુ કરવાની સત્તા?ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ

કોને દારૂ પીવાની છૂટ મળશે?

  • ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને  લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે.
  • લીકર એક્સેસ પરમિટ/ટેમ્પરરી પરમિટ હોલ્ડર/એક્સટર્નલ લોકોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ પાસે મુલાકાતે આવતા મહેમાનોને ટેમ્પરરી પરમિટ હોલ્ડર, એક કર્મચારી દીઠ 25 મુલાકાતીઓ.
  • ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી/કર્મચારી, વિદેશી નાગરિકો, ગુજરાત બહારના નાગરિકો જેમનું ઓળખકાર્ડ ફરજિયાત (એક્સટર્નલ પરમિટ) છે.
  • વાઇન ઍન્ડ ડાઇનની આ સુવિધા ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ પડતી નથી.

દારૂની પરમિટ લેવા શું કરવું પડશે?

  1. ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓએ ફોર્મ એ-1 ભરવું પડશે, આ ફોર્મ કંપનીના ઓથોરાઇઝ પર્સન પાસે જમા કરાવવાનું રહેશે, ત્યાર બાદ અધિકૃત કર્મચારી તે વ્યક્તિના ઓળખકાર્ડ અને તેમજ જરૂરી તપાસ કરશે જે બાદ લીકર એક્સેસ પરમિટ મળશે.
  2. લીકર એક્સેસ પરમિટ ધરાવતો કર્મચારી ફોર્મ એ-2 મુજબ મુલાકાતીઓની યાદી બનાવશે મહત્તમ 25 મુલાકાતીઓ માટે ટેમ્પરરી પરમિટ હોલ્ડરની મંજૂરી મળશે. કર્મચારીએ પોતાના મુલાકાતીઓ સાથે હાજર રહેવું ફરજિયાત છે.
  3. એક્સટર્નલ પરમિટ માટે લોકોએ અન્ય રાજ્યના આધાર પુરાવા બતાવવા ફરજિયાત રહેશે,(જેમાં આધાર, અન્ય રાજ્યના હોવાનું સત્તાવાર ID, પાસપોર્ટ) અલગ અરજી કરવાની જરૂર નહીં પડે પરંતુ પરમિટ હેઠળ જ સુવિધાઓ મળશે.

કયા કયા સ્થળે દારૂ પી શકાશે?

  • વાઇન ઍન્ડ ડાઇન સુવિધા
  • હોટલ/રેસ્ટોરન્ટ
  • લોન, પુલ સાઈડ, ટેરેસ (ધાબું),  અને F & B એરિયા
  • હોટલ રૂમમાં FL3 લાઈસન્સ મુજબ મંગાવીને દારૂ પી શકાશે

છૂટછાટ સાથે કડક શરતો મુકાઇ

સરકારે ચોખવટ કરી છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈપણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે કઈ કઈ કડક શરતો રાખી

  • દારૂ માત્ર પરમિટ હશે તેને જ મળશે
  • બાકી રહેલો દારૂ નષ્ટ કરવો પડશે
  • નિયમો ભંગ થશે તો

અમદાવાદમાં પણ છૂટ મળી શકે!: સૂત્ર

સૂત્ર મુજબ ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન છે. એે પહેલાં ગુજરાત સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ અમદાવાદ સુધી લાવી શકે છે.

કોને પરમિટ ઈસ્યુ કરવાની સત્તા?

ગિફ્ટ સિટીમાં યોજાતા આંતરાષ્ટ્રીય/રાષ્ટ્રીય લેવલના કોન્વેશન, કોન્ફરન્સ, બિઝનેસ મિટીંગો જેવી ઇવેન્ટો અંતર્ગત ગૃપ પરમિટ સરળતાથી ઇસ્યુ કરી શકાય તે હેતુથી ઓથોરાઇઝડ ઓફિસર (ગિફ્ટ એમ.ડી.)ને ઇસ્યુ કરવાની સત્તા આપવામાં આવેલ છે.

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ

સુધારાયેલા નિયમો હેઠળ, GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL-III લાયસન્સ હોય તો. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, alcohol, alcoholic, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, drink alcohol, gandhinagar, GIFT City, Gift City in Gandhinagar, GIFT સિટી, gujarat, gujarati news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા, ગુજરાત, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ગુજરાત સરકાર, દારૂની પરમિટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વક્ફ કાયદા વિરોધની હિંસામાં હિંદુ પિતા-પુત્ર હત્યા કેસમાં મુર્શિદાબાદ કોર્ટે 13ને દોષિત ઠેરવ્યા
Next Article CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?