મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાંહાજરી આપશે. દિલ્હી ખાતે G-20 અંતર્ગત બેઠક ચાલી રહી છે. જેમા અનેક દેશના પ્રેસિડેન્ટ તથા ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. ત્યારે 9 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ ડેલીગેટ્સના ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવાના છે.
દેશની રાજધાની દિલ્હી G 20 સંમેલન માટે તૈયાર છે. ભારત આ વખતે G 20 સંમેલનની યજમાની કરી રહ્યુ છે. G 20ને લઇને ગુજરાતમાં પણ અનેક કાર્યક્રમો યોજાઇ ગયા છે. ત્યારે હવે દિલ્હી વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના નેતાઓની મહેમાનગતી કરવા તૈયાર બન્યુ છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ, ચીનના વડાપ્રધાન અને રશિયાના વિદેશ મંત્રી સહિત વિશ્વના 20 દેશોના નેતાઓ ભાગ લેવાના છે.
આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ ડેલીગેટ્સના ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ભારતના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ડિનર સમારોહમાં હાજરી આપવાના છે.તેઓ આ ડિનર સમારોહમાં હાજરી આપવા માટે આવતીકાલે દિલ્હી જવાના છે.
મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર પછી દિલ્હી જવાના છે. ગુજરાતમાં ગ્રામ પંચાયત, પાલિકા અને મનપા એક્ટમાં OBC અનામતને લઈ સુધારો કરવા અગે વિધાનસભામાં ચર્ચા થઇ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે ત્યારે ગુજરાતને લઇને પણ મહત્વની ચર્ચા થાય તેવી શક્યતા છે.
આ દેશો G20માં સામેલ છે
અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, યુકે, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, મેક્સિકો, તુર્કી, બ્રાઝિલ, ભારત, કોરિયા, ઓસ્ટ્રેલિયા.
આ દેશોને પણ આમંત્રણ મળ્યું છે
નેધરલેન્ડ, સિંગાપોર, સ્પેન, સંયુક્ત આરબ, ઓમાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ અને નાઇજીરીયાને G20 સમિટ માટે અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.