વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પૂર્વાર્ધરૂપે અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક, એસેટ મેનેજમેન્ટ અને ન્યુક્લિયર ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ અને સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કિન્ડ્રીલ સાથે AI, સ્કિલિંગ અને સ્ટાર્ટઅપ્સ માટે સહયોગ પર ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ ક્ષેત્રની અગ્રણી વૈશ્વિક કંપની કિન્ડ્રીલના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી ઝેકર્સેસ કૂપર સાથે બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન કિન્ડ્રીલ તરફથી AI સ્ટ્રેટેજી, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે સ્કિલિંગ, નોલેજ શેરિંગ તેમજ મેન્ટરશિપના ક્ષેત્રોમાં ગુજરાત સરકાર સાથે સહયોગ કરવાની ઉત્સુકતા દર્શાવવામાં આવી હતી.
Held a productive meeting with Mr. Xerxes Cooper, Global Head of Delivery at Kyndryl – one of the world’s largest IT infrastructure services providers – in New York.
Guided by the futuristic vision of Hon'ble Prime Minister Shri Narendra Modi to establish India as a global… pic.twitter.com/XdlobQkubL
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 21, 2026
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, ડેટા સેન્ટર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ માટે ઝડપથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે.
તેમણે ગુજરાતને દેશનું ‘ગ્રોથ એન્જિન’ અને મજબૂત ઉત્પાદન કેન્દ્ર ગણાવી રાજ્યમાં વિવિધ ક્ષેત્રે ઊભી થયેલી રોકાણની તકો અંગે કિન્ડ્રીલના પ્રતિનિધિઓને માહિતી આપી હતી. સાથે જ જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.
બ્લેકરોક સાથે ETF અને એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે પરામર્શ
મુખ્યમંત્રીએ વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ હેડ ઓફ ડેવલપમેન્ટ સમારા કોહેન સાથે પણ બેઠક યોજી હતી.
બેઠકમાં ભારત અને ગુજરાતમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF), એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે રહેલી તકો અંગે ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં વિકસિત વર્લ્ડ-ક્લાસ ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે અમેરિકામાં મુખ્યાલય ધરાવતી અનેક ફિનટેક કંપનીઓ અને બેન્કો ગિફ્ટ સિટીમાં પોતાની કામગીરી સ્થાપી ચૂકી છે.
ગિફ્ટ સિટી ETF અને એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે તે બાબત પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં પોતાની સેવાઓનો વિસ્તાર કરવા તેમજ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
Had a fruitful meeting with Ms. Samara Cohen, Senior Managing Director and Global Head of Market Development at BlackRock, in New York.
Guided by the transformative vision of Hon'ble Prime Minister Shri Narendra Modi to establish India as a leading global financial powerhouse,… pic.twitter.com/jIDuS4DCFb
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 21, 2026
હોલ્ટેકે ગુજરાતમાં SMR ઉત્પાદન અને R&D સેન્ટર સ્થાપવામાં રસ દર્શાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોલ્ટેક ઇન્ટરનેશનલના CEO સાથે પણ વન-ટુ-વન બેઠક યોજી હતી. હોલ્ટેક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ સહિત ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રે વિવિધ ટેકનોલોજી પ્રદાન કરતી વૈશ્વિક કંપની છે.
કંપની ગુજરાતમાં પોતાની પ્રિસિઝન ફેબ્રિકેશન સુવિધા કાર્યરત કરી ચૂકી છે અને 2025માં આ સુવિધાનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન હોલ્ટેકે ગુજરાતમાં સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR) ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં રસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 અંતર્ગત સ્મોલ મોડ્યુલર રિએક્ટર સહિત ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
ગુજરાત અને હોલ્ટેક ઇન્ટરનેશનલ વચ્ચેની ભાગીદારી દ્વારા રાજ્યની ન્યુક્લિયર ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અંગે પણ બંને પક્ષે ચર્ચા કરી હતી. આ તમામ બેઠકો દરમિયાન મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત ગુજરાતના પ્રતિનિધિમંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel