અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. આ મેચને લઈને કડક સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેડિયમ જાણે સુરક્ષા છાવણીમાં ફેરવાય ગયુ તે પ્રકારે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસનો કડક બંદોબસ્ત છે.
મેચ દરમિયાન પ્રેક્ષકોના ભારે ધસારાને ધ્યાને રાખી 17 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. જેમા 8000 કાર અને 10,000 ટુવ્હીલના પાર્કિંગની ક્ષમતા ધરાવતા પ્લોટ માટે શો માય પાર્કિગ એપથી પાર્કિંગ સ્લોટ બુક કરાવી ચાર્જ ચુકવી વાહનો પાર્ક કરવાના રહેશે,. આ દરમિયાન ઍરપોર્ટથી સ્ટેડિયમ સુધી VVIP કોરિડોર તૈયાર કરાશે.