Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર, બળાત્કાર મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર, બળાત્કાર મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

‘સામાજિક સમરસતા મંચ’ દ્વારા આજ દિનાંક ૦૭/૦૩/૨૦૨૪ સવારે ૧૧:૩૦ વાગ્યે, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માગ કરતું આવેદન “સામાજિક સમરસતા મંચ, ગુજરાત” દ્વારા અમદાવાદન કલેકટરશ્રીને આપવા આવ્યું.

સંદેશખાલીમાં છેલ્લા ઘણા સમયથી સત્તાના જોરે હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. સંદેશખાલીમાં પાર્ટી મીટિંગના બાને પાર્ટીની ઓફિસમાં મોડી રાત્રે સ્થાનિક મહિલાઓને જોર જબરદસ્તીથી બોલાવવામાં આવતી હતી, જે મહિલા આવવા ના પાડે તેમના પતિને મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી. મહિલાઓ પાર્ટી ઑફિસ જતી ત્યારે તેમનું શારિરીક શોષણ કરવામાં આવતું હતું. તેમની સાથે સામુહિક બળાત્કાર થયા હતા. સત્તાના જોરે ગુંડાઓએ સ્થાનિક એસસી/એસટી ગરીબોનું આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું છે, સ્થાનિક ગુંડાઓએ સત્તાના દમ પર સંદેશખાલીના લોકોની જમીનો પણ બળજબરીથી પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. વર્ષમાં બે વખત ડાંગરનો પાક લેવાતો હતો ગુંડાઓ તે ખેતરોમાં દરિયાનું પાણી છોડીને જમીન નકામી બનાવી દેતા અને પછી હડપ કરીને તે જમીન પર મત્સ્ય ઉછેર માટે તલાવડી બનાવી દેતા હતા. સત્તાના જોર પર સંદેશખાલીના ગરીબ, વંચિત, દલિત હિંદુ ઓની જમીન પડાવી લેવામાં આવી છે. 50 કરતા વધુ દિવસો થવા છતાં આરોપીઓની ધરપકડ કરવામાં થઈ રહેલો વિલંબ અને પકડાયેલા આરોપીને બચાવવામાં આવી રહ્યા છે તે નીદનીય છે.

ઉપરોક્ત ઘુણાસ્પદ ઘટનાની તટસ્થ તપાસ અને ફાસ્ટ ટ્રેકમાં મુકદ્દમો ચલાવીને પીડિત હિંદુ મહિલાઓને તથા સત્તાના જોરે ગુંડાઓએ પચાવી પાડેલી ગરીબ દલિત હિંદુઓની જમીનો મોટા પ્રમાણમાં ષડયંત્રને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તે માટે સામાજીક સમરસતા મંચ, ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદના કલેકટરશ્રીને આવેદન આપવા આવ્યું.

આ પ્રસંગે સામાજિક સમરસતાના ગુજરાત પ્રાંતના સંયોજક ડૉ. શ્રી હેમાંગભાઈ પુરોહિત, શ્રી મધુકાંતભાઈ પ્રજાપતિ, ડૉ. શ્રી સંજયભાઈ જોશી, શ્રી રશેષભાઈ રાવલ, માતૃશક્તિ સમાન બહેનો તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.