દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે, ત્યારે આ ઘટનાને લઈને રાજકીય પ્રતિસાદો પણ ઝડપથી પ્રગટ થઈ રહ્યા છે. ઇસ્લામિક આતંકીઓ દ્વારા આ હુમલો કરાયો હતો એવી પોલીસ અને તપાસ એજન્સીઓની પ્રાથમિક વિગતો વચ્ચે, હવે કેટલાક રાજકીય પક્ષોએ આ મુદ્દે દોષારોપણની રાજનીતિ શરૂ કરી દીધી છે. ખાસ કરીને, કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ આતંકવાદીઓના કૃત્યો પર સીધી ટીકા કરવાની બદલે, વિવાદસ્પદ નિવેદન આપીને RSSની ભૂમિકા પર પ્રશ્નચિહ્ન ઉઠાવ્યું છે.
હુસૈન દલવાઈએ પી.ટી.આઈ. સાથેની વાતચીતમાં કહ્યું કે આ બ્લાસ્ટ કાશ્મીરમાં થઈ રહેલા “અત્યાચાર અને અન્યાય”નું પરિણામ હોઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે જ આવી ઘટનાઓ થાય છે, જેના કારણે તેની વિશેષ રીતે તપાસ કરવી જરૂરી છે. દલવાઈએ આ ઘટનામાં આંતરિક તત્વો અથવા રાજકીય ઉપયોગ થવાનો સંકેત આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે “દેશમાં જે થઈ રહ્યું છે, તે માત્ર બાહ્ય આતંકવાદનું પરિણામ નથી, પરંતુ તેની પાછળ અન્ય આંતરિક પાસાં પણ હોઈ શકે છે.” તેમના નિવેદન દરમ્યાન તેમણે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમના જૂના નિવેદનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આવા હુમલાઓમાં આંતરિક સડયંત્રની સંભાવનાઓને પણ અવગણવી નહીં જોઈએ.
આગળ વધતા તેમણે RSSનું નામ ખેંચતા કહ્યું કે સરકાર આ હુમલાની સાથે RSSની ભૂમિકા વિશે પણ તપાસ કરે. આ નિવેદનથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, કારણ કે તપાસ એજન્સીઓએ અત્યાર સુધી જે વિગતો આપી છે, તેમાં આરોપીઓ સ્પષ્ટપણે ઇસ્લામિક ઉગ્રવાદી નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં દલવાઈએ આતંકવાદીઓની વિચારસરણી, પૃષ્ઠભૂમિ અને કાવતરાઓ પર સીધી ટીકા કરવાને બદલે “તમામ દોષ રાજ્ય તંત્ર અને RSS તરફ દોરી જતાં” રાજકીય દાવ કરીને ચર્ચાને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં એક તરફ સુરક્ષા એજન્સીઓ આતંકવાદના નેટવર્ક, નાણાંકીય સપોર્ટ, ટાર્ગેટ સિલેક્શન અને આંતરરાષ્ટ્રીય લિન્ક્સ વિશે ગંભીર તપાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા મત્તભેદી નિવેદનોની લહેર જોવા મળી રહી છે. ઘણા લોકોનું માનવું છે કે આવી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ પરિસ્થિતિમાં દોષારોપણ કરતાં રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રાથમિકતા આપવી જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel