શહેરમાં ગોકાષ્ટથી અંતિમ સંસ્કારની શરૂઆત થઈ રહી છે. મહાનગરપાલિકા અને એક સંસ્થા વચ્ચે થયેલા સમજૂતી કરારને પગલે સંસ્થાએ આ દિશામાં કામ શરૂ કર્યું છે. શહેરનાં 11 સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ગોકાષ્ટ ઉપલબ્ધ કરાવાશે. આ માટે સંસ્થાએ આ સ્મશાનોને દત્તક લીધાં છે.
સંસ્થાઓ સૌપ્રથમ બીટુ બાયપાસ ખાતેના સ્મશાનમાં ગોકાષ્ટ માટે ગોડાઉન બનાવ્યાને શરૂઆત કરી હતી. અંતિમ સંસ્કાર માટે 500થી 600 કિલો લાકડાં વપરાય છે ત્યાં ગોકાષ્ટ માત્ર 250થી 300 કિલો જ વપરાય છે. સાથે જ લાકડાં કરતાં ગોકાષ્ટમાં કાર્બનનું 30 ટકા ઓછું ઉત્સર્જન થાય છે. આ પહેલથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થવા સાથે વૃક્ષોને પણ બચાવવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. કોટામાં 2 અંતિમધામ દત્તક લઈને ત્યાં વ્યવસ્થા શરૂ કરાવાઈ છે.
પરાળી અને ગૌગોબરથી ગૌકાષ્ટ બને છે
ગોમય પરિવાર અને અંશદાની ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગોકાષ્ટ એગ્રીકલ્ચર વેસ્ટ, વર્તમાન સંજોગોમાં બહુ મોટી સમસ્યા બનેલી પરાળીષ ગાયના છાણની સાથે કેટલીક હવન સામગ્રીમાંથી ગોકાષ્ટ તૈયાર કરાય છે.
લોકોને જોડવા માટે સંકલ્પ પત્ર ભરાવાય છે
લોકોને ગોકાષ્ટથી વધુ ને વધુ ઉપયોગ માટે પ્રેરિત કરવા માટે જયપુરથી રાષ્ટ્રીય સ્તરનું સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયું છે. ભારતની એક ટકા વસ્તી પાસેથી આ સંકલ્પ પત્ર ભરાવવાનું સંસ્થાનું લક્ષ્ય છે. પહેલા તબક્કામાં રાજ્યમાં 10 લાખ સંકલ્પ પત્ર ભરાવાશે. બીજા તબક્કામાં અન્ય રાજ્યોમાં ભરાવાશે. સંકલ્પ પત્ર અભિયાન ઓનલાઇન નિઃશુલ્ક ભરી શકાશે.