ICCએ હાલમાં જ ભારતમાં આ વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ મેચની તારીખ બદલવામાં આવી છે.
વનડે વર્લ્ડ કપના શેડ્યુલમાં ફેરફારની અપેક્ષા- જય શાહ
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે આ શાનદાર મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે રમાશે. આ સિવાય વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક અન્ય ફેરફારો પણ છે. આ તમામ ફેરફારોની જાહેરાત આજે થઈ શકે છે. આ બધો ફેરફાર નવરાત્રીના તહેવારને કારણે કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ આ મામલે BCCIના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર વનડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે.
15મી ઓક્ટોબરના દિવસે નવરાત્રિનો પહેલો દિવસ
નવરાત્રીનો પહેલો દિવસ 15 ઓક્ટોબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. એક સૂત્રએ કહ્યું હતું કે એજન્સીઓએ અમને આ વિશે જણાવ્યું છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. વર્લ્ડ કપ દરમિયાન માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ દીપાવલી અને દશેરા જેવા તહેવારો પણ આવવાના છે. આવી સ્થિતિમાં BCCIને મેચ કરાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમનું નવું શેડ્યુલ
8 ઓક્ટોબર vs ઓસ્ટ્રેલિયા, ચેન્નઈ
11 ઓક્ટોબર vs અફઘાનિસ્તાન, દિલ્હી
14 ઓક્ટોબર vs પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર vs બાંગ્લાદેશ, પુણે
22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
29 ઓક્ટોબર vs ઇંગ્લેન્ડ, લખનઉ
2 નવેમ્બર vs નેધરલેન્ડ, મુંબઈ
5 નવેમ્બર vs સાઉથ આફ્રિકા, કોલકાતા
11 નવેમ્બર vs શ્રીલંકા, બેંગલુરુ