બંગાળની ખાડીમાં સર્જાયેલું શક્તિશાળી ડીપ ડિપ્રેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચતાં બંને રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની અસર જોવા મળી છે. હવામાન વિભાગે અગાઉ સિસ્ટમ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે, કલિંગપટ્ટનમ નજીકથી પસાર થવાની આગાહી કરી હતી.
આ સિસ્ટમને સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ‘Cyclone Arnab’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD)ના સત્તાવાર બુલેટિનમાં તેને Deep Depression તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. ‘અર્નબ’ ઉત્તર હિંદ મહાસાગરમાં આગામી ચક્રવાત માટેની નામાવલીમાં સામેલ નામ છે, પરંતુ આ સિસ્ટમ ચક્રવાતના સ્તરે પહોંચી હોવાનું IMDએ જાહેર કર્યું નહોતું.
ઓડિશામાં 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
ડીપ ડિપ્રેશનની સૌથી વધુ અસર દક્ષિણ અને દરિયાકાંઠાના ઓડિશામાં જોવા મળી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જોખમી અને નીચાણવાળા વિસ્તારોમાંથી 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
કોરાપુટ, ગજપતિ, મલકાનગિરી, ગંજામ, રાયગડા અને નબરંગપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક સ્થળોએ રસ્તા અને પુલ પરથી પાણી વહેતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસવા, વૃક્ષો ધરાશાયી થવા અને કાચા મકાનોને નુકસાન થવાના અહેવાલ પણ સામે આવ્યા છે.
Malkangiri, Odisha: Cyclone Arnab causes heavy rain, waterlogging National Highway 326, prompting temporary closure by the district administration pic.twitter.com/lInSDRUrrp
— IANS (@ians_india) September 24, 2026
કોરાપુટના સેમિલિગુડામાં 24 કલાક દરમિયાન 230 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જયપુરમાં 161 મિમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 16થી વધુ સ્થળોએ 100 મિમીથી વધારે વરસાદ નોંધાયો હતો.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ સાથે તેજ પવન
ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળી છે. શ્રીકાકુલમ અને કલિંગપટ્ટનમ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો હતો.
IMDએ સિસ્ટમની અસર દરમિયાન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પવનની ઝડપ 55થી 65 કિમી પ્રતિ કલાક અને ઝટકામાં આશરે 75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ચેતવણી આપી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, સ્થાનિક પૂર અને માર્ગ વ્યવહાર પ્રભાવિત થવાનું જોખમ વધ્યું છે.
ઓડિશામાં Red Alert, રેસ્ક્યૂ ટીમો તૈનાત
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે મોટા પાયે તૈયારીઓ કરી છે. રાજ્યમાં 33 Odisha Disaster Rapid Action Force (ODRAF) ટીમોને તૈનાત કરવામાં આવી છે.
કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર અને કાલાહાંડી સહિતના કેટલાક જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. અનેક જિલ્લાઓમાં શાળા અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
ભૂસ્ખલનના જોખમવાળા વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ગજપતિ જિલ્લામાં જ ભૂસ્ખલન માટે સંવેદનશીલ 140 જેટલા સ્થળોની ઓળખ કરીને મોનિટરિંગ કરવામાં આવ્યું છે.
Credits Venkatrao Duduku captures heavy Rain with thunder lightning ⚡ 🌩️ at Guntur (Andhra Pradesh)by yesterday night #HeavyRains2026 #cycloneArnab🌀 #CycloneUpdate2026 #CycloneArnab #Guntur #APRains2026 #APRains #September2026 #AndhraPradesh pic.twitter.com/hquBF3f5am
— S Vijayarajan (@SVijayarajan9) September 24, 2026
દરિયો તોફાની, માછીમારોને બહાર ન જવાની સલાહ
ડીપ ડિપ્રેશનને કારણે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખૂબ ખરાબ રહી છે. IMDએ દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે સમુદ્ર Very Rough to High રહેવાની ચેતવણી આપી હતી.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના બંદરો પર Local Cautionary Signal No. III ચાલુ રાખવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળ સહિત પૂર્વ ભારત પર પણ અસર
આ સિસ્ટમના કારણે માત્ર ઓડિશા અને આંધ્રપ્રદેશ જ નહીં પરંતુ પૂર્વ અને મધ્ય ભારતના અન્ય રાજ્યોમાં પણ વરસાદની પ્રવૃત્તિ વધવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને રસ્તાઓ પર અવરોધનું જોખમ રહે છે. સ્થાનિક વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી તાજી ચેતવણીઓનું પાલન કરવાની લોકોને સલાહ આપવામાં આવી છે.
Gajapati, Odisha: Cyclone Arnab triggers heavy rain accompanied by strong winds. pic.twitter.com/WBXxlzxh6H
— IANS (@ians_india) September 24, 2026
આગામી કલાકો મહત્વપૂર્ણ
ડીપ ડિપ્રેશન જમીન પર આગળ વધતાં તેની તીવ્રતા ધીમે-ધીમે ઘટવાની શક્યતા છે, પરંતુ તેના અવશેષોની અસરથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે.
ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પૂર, શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થવાનું જોખમ હોવાથી સ્થાનિક તંત્ર એલર્ટ પર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel