Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

ફિલ્મ ‘Project K’ થી દિપીકા પાદુકોણનું ફર્સ્ટ લુક રિવીલ

ફિલ્મ ‘Project K’ થી દિપીકા પાદુકોણનું ફર્સ્ટ લુક રિવીલ

દીપિકા પાદુકોણનો ‘પ્રોજેક્ટ કે’નો ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યો છે. દીપિકાના લુકને લઈને ખૂબ જ એક્સાઈટમેન્ટ હતી. પ્રોડક્શન હાઉસ દ્વારા અગાઉ એલાન કરવામાં આવ્યું હતું કે, પોસ્ટર સોમવારે સાંજે 5 વાગ્યે રિલીઝ કરવામાં આવશે પરંતુ તેમાં વિલંબ થયો. વિલંબનું કારણ જાણી શકાયું નથી પરંતુ ત્યાં સુધી ચાહકો ચોક્કસપણે નિરાશ થયા હતા. અંતે એક મોટું સરપ્રાઈઝ આપતા મેકર્સે સોમવારે મોડી રાત્રે દીપિકાનો ફર્સ્ટ લુક રિવીલ કર્યો છે. પોસ્ટરમાં દીપિકા ઈન્ટેન્સ લુકમાં છે. બિગ બજેટ ફિલ્મમાં દીપિકા ઉપરાંત પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની છે. તેના નિર્દેશક નાગ અશ્વિન છે.

વૈજયંતી મૂવીઝે દીપિકાના પોસ્ટરને શેર કર્યું છે. તે એકદમ સામે ધ્યાનથી જોઈ રહી છે. ફર્સ્ટ લુક સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું- ‘બેહતર કલ કે લિયે એક ઉમ્મીદ જાગી હૈ’. આ પ્રોજેક્ટ કે થી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક છે. પ્રથમ ઝલક 20 જુલાઈ (અમેરિક) અને 21 (ભારત) ને.

‘પ્રોજેક્ટ કે’ પહેલી ભારતીય ફિલ્મ હશે જેની પ્રથમ ઝલક સૈન ડિએગો કોમિક-કોન (SDCC)માં પ્રદર્શિત થશે. આ કાર્યક્રમમાં કમલ હાસન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને નાગ અશ્વિન હાજર રહેશે.

‘પ્રોજેક્ટ કે’ ને તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજી ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 12 જાન્યુઆરી 2024 ના રોજ થિયેટરોમાં આવશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.