ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવાર (18 મે)થી બે દેશોના ચાર દિવસીય સત્તાવાર વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવો, સૈન્ય સહકાર વધારવો અને રક્ષા ઉદ્યોગોમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે.
પ્રવાસ પહેલા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત સતત સમુદ્રી સુરક્ષા અને સૈન્ય સહકારને મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ ભારતની પ્રાથમિકતા છે.
#WATCH | Delhi | Defence Minister Rajnath Singh departs for two-nation visit to Vietnam and South Korea. He will visit Vietnam from May 18 to 19, followed by South Korea from May 19 to 21, 2026
In a post on X prior to his departure, Defence Minister Rajnath Singh said, "I will… pic.twitter.com/YDmgDiYUvO
— ANI (@ANI) May 18, 2026
વિયેતનામ સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા
પ્રવાસના પ્રથમ તબક્કામાં રક્ષા મંત્રી 18 અને 19 મે દરમિયાન વિયેતનામની મુલાકાત લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેની ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહ વિયેતનામના રક્ષા મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ (Phan Van Giang) સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં વર્ષ 2022માં નક્કી કરાયેલા ‘ડિફેન્સ પાર્ટનરશિપ વિઝન 2030’ હેઠળ આગળ વધવા અંગે ચર્ચા થશે.
તાજેતરમાં જ વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામે ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે સંબંધોને ‘Enhanced Comprehensive Strategic Partnership’ સ્તરે લઈ જવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
દક્ષિણ કોરિયા સાથે રક્ષા અને ટેકનોલોજી સહકાર
વિયેતનામ બાદ રક્ષા મંત્રી 20 મેના રોજ દક્ષિણ કોરિયા (South Korea)ની મુલાકાત લેશે અને 21 મે સુધી ત્યાં રહેશે. આ મુલાકાત ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને દક્ષિણ કોરિયાની ‘ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી’ વચ્ચે સહકાર વધારવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સિયોલમાં રાજનાથ સિંહ દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી Ahn Gyu-back સાથે બેઠક કરશે. સાથે જ તેઓ ડિફેન્સ એક્વિઝિશન પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશન (DAPA)ના મંત્રી Lee Yong-cheol સાથે પણ ચર્ચા કરશે.
આ ઉપરાંત ભારત-કોરિયા બિઝનેસ રાઉન્ડટેબલની અધ્યક્ષતા પણ રક્ષા મંત્રી કરશે, જેમાં રક્ષા ઉત્પાદન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક સહકાર પર ચર્ચા થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel