દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી તપાસના કેન્દ્રમાં આવી ગઈ છે. યુનિવર્સિટીના મેડિકલ કોલેજ-હોસ્પિટલના પૂર્વ કર્મચારી લક્ષ્મણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે અહીં દરરોજ 100 થી 150 જેટલી ફેક દર્દીઓની ફાઇલો તૈયાર કરવામાં આવતી હતી, જે આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા ડૉક્ટરોના દિશાનિર્દેશ હેઠળ કરવામાં આવતી. પૂર્વ નર્સિંગ સ્ટાફના જણાવ્યા મુજબ આ નકલી ફાઇલો ડૉ. મુઝમ્મિલ શકીલ અને સુસાઇડ બોમ્બર ડૉ. ઉમર નબીના નિયંત્રણ હેઠળ તૈયાર કરાવવામાં આવતી હતી. નાઈટ ડ્યુટી દરમિયાન કર્મચારીઓને ઓછામાં ઓછા પાંચ નકલી ફાઇલો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવતો હતો, જેમાં વાપરવામાં નથી આવતી દવાઓના ઉલ્લેખ પણ સમાવેશ થતો. લક્ષ્મણના દાવા મુજબ, આ ફાઇલોનો ઉપયોગ ગરીબોની સારવારના નામે મોટા ફંડિંગ મેળવવા માટે કરવામાં આવતો હતો.
યુનિવર્સિટીમાં આ આદેશનું પાલન ન કરનાર કર્મચારીઓને ગેરહાજર બતાવી પગાર કાપી દેવામાં આવતો અથવા રોકી દેવામાં આવતો. ઉપરાંત, હિંદુ સ્ટાફ સાથે ભેદભાવ કરવામાં આવતો હતો અને નાઇટ ડ્યુટી દરમ્યાન કાશ્મીરી મેડિકલ સ્ટાફ અને કેટલાક ડૉક્ટર્સ વારંવાર પાકિસ્તાનની પ્રશંસા કરતા અને મજાકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા હોવાની વિગતો મળી છે. તપાસ એજન્સીઓ હાલમાં ડૉ. શાહીન સઈદ અને ડૉ. મુઝમ્મિલ દ્વારા કરવામાં આવતી શંકાસ્પદ સામગ્રીની ખરીદી અને નાણાકીય વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ વિવાદ પછી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ગંભીર ચિંતામાં છે. લગભગ 360 વાલીઓએ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો અને પોતાના બાળકોના ભવિષ્ય અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. વાલીઓ ટૂંક સમયમાં હરિયાણા સરકાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને એક ડિમાન્ડ લેટર મોકલવાની તૈયારી કરી રહ્યા છે, જેથી બાળકોના શિક્ષણ અને સુરક્ષાને લગતા મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી થઈ શકે. આ સમગ્ર ઘટસ્ફોટ અલ-ફલાહ યુનિવર્સિટીની શૈક્ષણિક અને નાણાકીય કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અને સરકારે તાત્કાલિક તપાસ અને કડક પગલાં લેવા પર ભાર મૂક્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel