આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસનાં અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિત્તા સંરક્ષણ માટે કાર્યરત બધા વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રોજેક્ટ ચિત્તાને ભારતની પર્યાવરણીય વારસાને પુનર્જીવિત કરવાની અને દેશની જૈવવિવિધતાને વધુ મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ ગણાવી.
પ્રોજેક્ટ ચિત્તાની સફળ યાત્રા
ભારતમાં ચિત્તાને ફરીથી તેના કુદરતી નિવાસસ્થાનોમાં લાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ હવે મોટા પાયે સફળ સાબિત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સપ્ટેમ્બર 2022 અને ફેબ્રુઆરી 2023 દરમિયાન નમીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં કેટલાક નિષ્ણાતો અને પર્યાવરણ કાર્યકર્તાઓના મનમાં શંકા હતી કે શું આ પ્રોજેક્ટ સફળ થશે કે નહીં, પરંતુ સમય સાથે પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા.
On International Cheetah Day, my best wishes to all wildlife lovers and conservationists dedicated to protecting the cheetah, one of our planet’s most remarkable creatures. Three years ago, our Government launched Project Cheetah with the aim of safeguarding this magnificent… pic.twitter.com/FJgfJqoGeA
— Narendra Modi (@narendramodi) December 4, 2025
ચિત્તાઓની વધતી સંખ્યા – સફળતાનો પુરાવો
ડિસેમ્બર 2025 સુધીમાં કુનોમાં ચિત્તાની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. તેમાં 21 ભારતમાં જ જન્મેલા બચ્ચાઓ છે — જે સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ છે. દેશમાં જન્મેલા ચિત્તાઓની આ વૃદ્ધિએ પ્રોજેક્ટ ચિત્તાને વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન આપ્યું છે. તાજેતરમાં નવેમ્બર 2025માં એક માદા ચિત્તાએ 5 સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો, જે ચિત્તા સમુદાયના ભવિષ્ય માટે અત્યંત સારા સંકેત છે.
India is proud to be home to several cheetahs, and a significant number of them are born on Indian soil. Many of them now thrive in the Kuno National Park and the Gandhi Sagar Sanctuary. It is heartening to see cheetah tourism growing in popularity as well. I encourage more… pic.twitter.com/xPj5z6LWVM
— Narendra Modi (@narendramodi) December 4, 2025
આ તમામ સફળતાઓ દર્શાવે છે કે ચિત્તા પુનઃસ્થાપનનો આ પ્રયાસ જ નહીં પરંતુ વિશ્વના સંરક્ષણ ઇતિહાસમાં એક મોટું માઈલસ્ટોન સાબિત થઈ રહ્યો છે. સરકારી પ્રયત્નો, નિષ્ણાતોની દેખરેખ અને સ્થાનિક પર્યાવરણની અનુકૂળતા — ત્રણેયે મળીને આ પ્રોજેક્ટને નવી ઊર્જા અને વિશ્વાસ આપ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel