મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના તબક્કામાં જે મતદારો પોતાનો ગણતરી ફોર્મ (SIR ફોર્મ) સમયસર જમા કરી શક્યા નથી, તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ નહીં થાય. આવા મતદારો માટે ચૂંટણી કાયદા હેઠળ ફોર્મ નંબર-6 ભરવાનું અનિવાર્ય છે, જે તેમને 15 જાન્યુઆરી 2026 સુધી મતદાર નોંધણી અધિકારીને સોંપવું પડશે. ફોર્મ નંબર-6 મંજૂર થયા બાદ, તેમના નામનો સમાવેશ અંતિમ મતદાર યાદીમાં કરવામાં આવશે.
જો કોઈને 15 જાન્યુઆરીની સમયસીમા બાદ ફોર્મ 6 અથવા ફોર્મ 8 ભરવાનું રહે છે, તો તે હજુ પણ પોતાના નામનો સમાવેશ ‘સતત સુધારણા’ અને ‘ખાસ સંક્ષિપ્ત સુધારણાની’ સમયગાળા દરમિયાન કરાવી શકે છે, જેથી ચૂંટણી દરમિયાન તેમના મતદાનનો અધિકાર સુરક્ષિત રહે.
મતદાર યાદી સુધારણાની કામગીરીની ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બરે શરૂ થઈ રહી છે, અને 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે, હાલ 82.85 ટકા જેટલા ગણતરી ફોર્મ્સનું ડિજિટલાઇઝેશન પૂર્ણ થઈ ચુક્યું છે, જે રાજ્યની મતદાર નોંધણી પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવે છે. તેમજ, ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે બૂથ લેવલ ઓફિસરોની સહાય માટે 30,000થી વધુ સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ પગલાં મતદારોના અધિકારની સુરક્ષા સાથે-સાથે ચૂંટણી પ્રક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel