Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

દિલ્હી જિમખાના ક્લબ પર ₹47.58 કરોડનું બાકી રેન્ટ : કેન્દ્ર સરકારનો કબજો લેવાનો નિર્ણય, હાઇકોર્ટમાં પડકાર

દિલ્હી જિમખાના ક્લબ પર ₹47.58 કરોડનું બાકી રેન્ટ : કેન્દ્ર સરકારનો કબજો લેવાનો નિર્ણય, હાઇકોર્ટમાં પડકાર

દેશની રાજધાનીમાં આવેલ પ્રખ્યાત દિલ્લી જીમખાના ક્લબ ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. ક્લબ પર લગભગ ₹47.58 કરોડનું ગ્રાઉન્ડ રેન્ટ બાકી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને કેન્દ્ર સરકાર અને ક્લબ વચ્ચે તણાવ વધ્યો છે.

માહિતી મુજબ Land and Development Office (L&DO) દ્વારા છેલ્લા 9 મહિનામાં ત્રણ અલગ-અલગ નોટિસ મોકલીને બાકી રકમ ચૂકવવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ચુકવણી કરવામાં આવી નથી.

7 દિવસની નોટિસ અને જમીન ખાલી કરવાનો આદેશ

L&DO દ્વારા મોકલવામાં આવેલી એક નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો 7 દિવસની અંદર બાકી રકમ જમા નહીં કરાય, તો લીઝની શરતો મુજબ જમીનનો કબજો પાછો લેવામાં આવશે.

કેન્દ્ર સરકારે ક્લબને Lutyens’ Delhi સ્થિત 27.3 એકર જમીન 5 જૂન સુધી ખાલી કરવાનો આદેશ આપ્યો છે, જે આ મામલાને વધુ ગંભીર બનાવે છે.

MCA રિપોર્ટમાં ગેરરીતિઓનો ખુલાસો

આ વિવાદ વચ્ચે Ministry of Corporate Affairs (MCA) દ્વારા 2022માં કરવામાં આવેલા નિરીક્ષણમાં ક્લબમાં નાણાકીય અને વહીવટી ગેરરીતિઓ પણ સામે આવી હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટમાં નીચેના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા:

  • જાહેર થાપણો સંબંધિત ગડબડી
  • ગેરકાયદેસર નિમણૂકો
  • કાયદાકીય આદેશોના પાલનમાં ઉણપ

ખાસ કરીને National Company Law Tribunal (NCLT) અને National Company Law Appellate Tribunal (NCLAT) ના આદેશોનું પાલન ન કરવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સુરક્ષા કારણોનો ઉલ્લેખ

કેન્દ્ર સરકારે જમીન પરત લેવાના નિર્ણય પાછળ રાષ્ટ્રીય સુરક્ષા અને ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત જરૂરિયાતોનો ઉલ્લેખ કર્યો છે. આ વિસ્તાર સરકાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દિલ્હી હાઇકોર્ટમાં પડકાર

આ કાર્યવાહી સામે દિલ્હી હાઈકોર્ટ માં ક્લબ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. હવે આ મામલે કોર્ટ શું નિર્ણય આપે છે તે મહત્વપૂર્ણ રહેશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.