તાપી જીલ્લાની વ્યારા તાલુકા પંચાયત વિભાગના તાલુકા વિકાસ અધિકારી દ્વારા પેસા (કાનુન) એકટનાં ભંગ બદલ કાર્યવાહી કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં કેન્દ્ર સરકારની સ્વામિત્વ ડ્રોન સર્વેનાં નામે ગામડાઓમાં ડ્રોન સર્વે ચાલી રહ્યાં છે. તાપી જીલ્લો એક આદિવાસી બહુલ જીલ્લા તરીકે ઓળખાય છે અને આ જીલ્લો આપણા ભારત દેશનાં સંવિધાન ની અનુસૂચિ પાંચ વિસ્તારમાં આવે છે દરેક ગામને સંવિધાનિક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. ભારતીય સંવિધાનનાં ૭૩ માં સંશોધન થકી કેન્દ્ર સરકારે પેસા એકટ Panchayat Extension of Scheduled Area 1996 બનાવ્યો છે.
આ કાયદાને અનુરૂપ ગુજરાત સરકારે પેસા એકટ 2018 બનાવ્યો છે આ કાયદાઓ મુજબ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ પણ યોજનાઓ, પરિયોજનાઓ નો સર્વે કરવો હોય તો ફરજિયાત પેસા એકટની કલમ ૨૪ મુજબ ગ્રામસભા બોલાવી ગ્રામજનોને સંપૂર્ણ વિગતો સાથે માહિતી આપવાની થાય છે અને ગ્રામજનોની સર્વસંમતિ લઈ ગ્રામસભા માં ઠરાવો કરીને પછી કામગીરી કરવાની થાય છે.
વ્યારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ પણ ગ્રામપંચાયતો ને ડ્રોન સર્વે માટે ગ્રામસભા બોલાવવા લેખિત જાણ કર્યા વગર અને ગ્રામસભાની મંજૂરી અને ઠરાવો વગર ડ્રોન સર્વે કરાવ્યો છે અને જ્યાં ગ્રામજનો દ્વારા વિરોધ કરતાં પોલીસ બોલાવી જબરજસ્તીથી સર્વે કરાવવામાં આવ્યો છે. એ દેશનાં સંવિધાન અને પેસા કાનુન (એકટ) નો ભંગ હોય કાયદાનો ભંગ થયો છે એમની સામે કાયદાઓના ભંગ કરવા બદલ કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તથા વધુમાં જણાવવાનું કે ગુજરાત સરકારે પેસા એકટ 2018 ની અમલવારી તાપી જીલ્લાની પંચાયતો ને કરવા માટે તથા એકટની કલમ ૭ર અનવયે ગ્રામસભાની સમિતિની રચના કરવામાં આવેલ નથી જે અંગે તમામ તાલુકા પંચાયતો પાસે કેમ બનાવવામાં આવેલ નથી તે અંગે અહેવાલ આપવા આવે એવી માંગણી છે.
બીજી બાજુ જો આ અધિકારી વિરુદ્ધ ઝીણવટ ભરી તપાસ થાય તો આ તાલુકા વિકાસ અધિકારી પોતાના માનીતા વ્યક્તિઓ અને એમની એજન્સીઓ ને જ તાલુકા પંચાયતમાંથી કામ આપતા હોવાનો પણ ભાંડો ફૂટી શકે છે. તાલુકા વિકાસ અધિકારી ના આવા વ્યવહાર પ્રત્યે વ્યારા તાલુકાના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો તથા ખુદ વ્યારા તાલુકા પંચાયત ના પ્રમુખ માં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. તાલુકા ના સભ્યો અને સરપંચો નું કેહવુ છે તાલુકા વિકાસ અધિકારી ના આવા વલણ ને કારણે વિકાસના કામો થતા નથી. જો આ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો આવું કેમ થાય છે તે પણ એક મોટો તપાસનો વિષય છે?? હવે તાપી જિલ્લા વિકાસ અધિકારી આ અંગે તપાસ કરે છે કે કેમ અને કોઈ પગલા ભરે છે કે કેમ તે આવનારા દિવસોમાં જોવું રહ્યું.