ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે.
ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ આહિર દ્વારા રંઘોળા જળાશયની મુલાકાતે આવેલા જળસંપત્તિ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને રૂબરૂ રજૂઆત કરી સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવા કાર્યવાહી હાથ ધરવાં જણાવ્યું છે.
આ વર્ષે વરસાદનું પ્રમાણ આ વિસ્તારમાં ઓછું રહેતાં ઉમરાળા પંથક માટે મહત્વનાં રંઘોળા જળાશયમાં સૌની યોજના તળે પાણી નાખવા ઘણાં સમયથી માંગ રહેલી છે, જેથી જો નર્મદા આધારિત યોજના દ્વારા એટલે કે સૌની યોજના અંતર્ગત જળરાશી ભરવાંમાં આવે તો ખેડૂતો માટે હિતકારી રહેશે. આ રજૂઆત વેળાએ આ વિસ્તારનાં અન્ય અગ્રણીઓ પણ સાથે રહ્યાં હતાં.