દેશમાં શુક્રવારે ફરી એક વખત નોટબંધીની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ વખતે આ જાહેરા વડાપ્રધાન મોદીએ નહીં પરંતુ ભારતીય રિઝર્વ બેન્કે કરી છે. રિઝર્વ બેન્કે શુક્રવારે રૂ. ૨,૦૦૦ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે.
આ જાહેરાત સાથે લોકોને ફરી ૨૦૧૬ની નોટબંધીની યાદો તાજી થઈ ગઈ છે. જોકે આ વખતે પ્રજાને અગાઉ જેવી હાલાકીનો સામનો કરવો પડશે નહીં, કારણ કે લોકો સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી રૂ. ૨,૦૦૦ની નોટો બેન્કમાં જઈને બદલી શકશે.
રૂપિયા 2000ની ચલણની નોટોને RBI ધારા 1934ની કલમ 24 (1) અંતર્ગત નવેમ્બર,2016માં રજૂ કરવામાં આવી હતી. તે સમયે રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટોને પાછી ખેંચવામાં આવ્યા બાદ રૂપિયા 2000ની નવી ચલણી નોટો રજૂ કરવામાં આવી હતી.
31મી માર્ચ,2018 પ્રમાણે કુલ ચલણી નોટોનું મૂલ્ય રૂપિયા 6.73 લાખ કરોડનું હતું, જે ઘટીને 31મી માર્ચ,203ના રોજ ઘટીને રૂપિયા 3.62 લાખ કરોડના ફક્ત 10.8 ટકા છે.
રિઝર્વ બેંકની માહિતી પ્રમાણે 23 મે, 2023થી કોઈ પણ બેંકમાં એક સાથે રૂપિયા 2000ની ચલણી નોટોને અન્ય મૂલ્યવર્ગમની નોટો સાથે બદલી શકાશે અને નોટ બદલવાની આ મર્યાદા રૂપિયા 20,000 છે.