છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. જેની અસર સમગ્ર દુનિયા પર જોવા મળે છે. તો અમેરિકાના શિકાગોમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી છે. માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં લોકો દ્વારા પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી છે.લોકો દ્વારા રેલી કાઢવાનો મુખ્ય હેતુ ગાઝામાં થઈ રહેલા હુમલાનો અંત લાવવા અને પેલેસ્ટિનિયન લોકોની સાથે ઉભા રહેવા માટે માગ કરવામાં આવી છે.
જો કે અમેરિકાના લોસ એન્જલસમાં આવેલી ઈઝરાયેલની એમ્બેસીની બહાર પેલેસ્ટાઈનના લોકો દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શન કરનાર લોકો અને વહીવટીતંત્ર વચ્ચે ઘર્ષણ થયુ હોવાનું પણ સામે આવ્યું હતુ. જેમાં જાણીતા મીડિયા હાઉસના ફોટોગ્રાફરને ઇજા થઇ હતી. તો પ્રદર્શનકારીઓ દ્વારા હમાસ તેમજ પેલેસ્ટાઈન પર હવાઈ હુમલો બંધ કરવા માટેની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા.
તો લંડન અને બ્રિટનના અનેક વિસ્તારોમાં પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલીના પગલે લંડનામાં 1000થી પણ વધારે પોલીસકર્મીઓનું ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યુ છે. પ્રદર્શનકારીઓ દ્વારા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની માગ સાથે પ્રદર્શન કર્યુ હતુ.તો ફ્રાંસના ગૃહમંત્રીએ વાસ્તવમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને જણાવ્યુ કે જો આંતરરાષ્ટ્રીય આક્રમકતા આવી રીતે ચાલુ રહી તો તેનાથી વિશ્વના અન્ય ક્ષેત્રોમાં સંઘર્ષ અને અરાજકતા સર્જાવવાની સંભાવના છે. તે અંતર્ગત ચિંતાજક છે.ત્યારે અત્યાર સુધી બંને દેશોને અબજો ડોલરની સૈન્ય સહાય પૂરી પાડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો હતો. આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે 100 બિલિયન ડૉલરના ફંડની વ્યવસ્થા કરવામાં આવશે જે ઇઝરાયેલ, યુક્રેન, તાઇવાનને આપવામાં આવશે અને માનવતાવાદી સહાય અને સરહદ વ્યવસ્થાપન પર ખર્ચ કરવામાં આવશે.