દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના આંગણે 25 એકર જમીનમાં ઇશરો-એસએસી દ્વારા લગભગ 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનાવવામાં આવશે. જે સંભવત આગામી ત્રણ-ચાર વર્ષમાં તૈયાર થઇ જશે.
વિશ્વભરમાં અવકાશ વિજ્ઞાન અને સ્પેશ ટેકનોલોજીમાં ઇશરો જેટ ગતિએ આગળ વધી રહયુ છે. ગુજરાત સરકારે પણ સ્પેસ ટેકનોલોજી પોલિલસીની જાહેરાત કરી છે.જે દરમિયાન ખંભાળિયામાં ઇશરો દ્વારા 25 એકર જમીનમાં નવુ અર્થ સ્ટેશન બનાવવાઇ રહયુ છે.સુત્રોના જણાવ્યામુજબ ભારતની સુરક્ષામાં મદદ માટે સરકારે બાવન સેટેલાઈટ બનાવવાની મંજુરી આપી છે, જે અંતર્ગત ઈસરો રિમોટ સેન્સિંગ, કેમેરા અને રડારવાળા કોમ્પ્લિકેટેડ 21 સેટેલાઈટ બનાવી રહ્યું છે. આ ઉપરાંત નાના અને પ્રમાણમાં સરળ 31 સેટેલાઈટ પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા નિર્માણ થઈ રહ્યા છે. ઈસરોનો જી આઈ એસ એ ટી-આઈએ સેટેલાઈટ પણ તૈયાર થઈ ગયો છે. જે આગામી સમયમાં જીએસએલવી વ્હિકલ ઉપલબ્ધ થતા લોન્ચ થશે. આ સેટેલાઈટ 36,000 કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વીની તસ્વીરો લઈ શકશે. એ સિવાય તે હવામાન સહિતની માહિતી મેળવવા પણ ઉપયોગી થશે.
આ સેટેલાઈટ બનાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા છે, જેમાં છ મહિના પૂરા થઈ ગયા છે એટલે કે હવેસાડા ત્રણ વર્ષના સમયગાળામાં આ સેટેલાઈટ બની જશે. અર્થ સ્ટેશન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 25 એકર જમીન પર બની રહ્યું છે, જે લગભગ 100 કરોડથી વધુના ખર્ચે બનીને આગામી 3-4 વર્ષમાં તૈયાર થઈ જશે.
સોઇલ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
કાર્યવાહી ચાલુ જાણવા મળ્યા મુજબ હાલ સાઈટ પર સોઈલ ટેસ્ટિંગ અને અન્ય જરૂરી કાર્યવાહી માટે પ્રક્રિયાની તજવિજ થઈ રહી છે જે માટે હવે સીવીલ, મિકેનિકલ અને ઈલેકટ્રીક કામો અંગે જરૂીર પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. આ અર્થ સ્ટેશનની મદદથી સેટેલાઈટ દ્વારા રિમોટ સેન્સિંગને લગતી જરૂરી સેવાઓ હવામાન સુરક્ષા કૃષિ સહિતના અનેક ક્ષેત્રની માહિતી મેળવવા કરવામાં આવશે.
સરહદી-દરીયાઇ વિસ્તાર હોવાથી દેવભૂમિનું વડુ મથક પસંદ થયું
દેશભરમાં સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતા ગુજરાતના છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકા પંથક સરહદી વિસ્તાર ગણાવી શકાય,દરીયો પણ તદન નજીક હોવાના કારણે હવામાન સહિતની માહિતીઓ મેળવવા માટે અનુકુળ માહોલ હોવાનો મત જાણકારો દર્શાવી રહય છે.ખાસ કરી દરીયાઇ વિસ્તાર હોવાથી દેવભૂમિના વડા મથક ખંભાળિયાની અર્થ સ્ટેશન માટે પસંદગી થઇ હોવાનુ મનાય છે.સેટેલાઇટના ઉપયોગ અર્થે ભૂ કેન્દ્ર ખંભાળિયામાં તૈયાર કરવા પાછળ ભૌગોલિક પરીબળો મુખ્ય ભાગ ભજવી રહયા હોવાનુ મનાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel