આજે, સોમવારે 26 જાન્યુઆરી, 2026ના રોજ, ભારત પોતાના 77મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ માર્ગે અનોખી અને દેશભક્તિપ્રેરિત ઉજવણી કરવામાં આવી. જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ અને ભારતીય નેવીના સંયુક્ત પ્રયાસ હેઠળ દરિયામાં આવેલા 15 જેટલા દુર્ગમ અને નિર્જન ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ગયો, જે એક અનોખી ભારતીય શક્તિ અને શિસ્તનું દૃશ્ય રજૂ કરતું હતું. આ ટાપુઓમાં અઝાડ, ધબધબો, લેફામારુડી, માનમરુડી, સામિયાણી, રોજી, સિયાયડી અને ગાડૂ મુખ્યત્વે શામેલ હતા, જ્યારે કાળુભાર, ભૈદર, ખારા ચુસણા, મીઠા ચુસણા, દિવડી, કૂડચલી અને આસાભા ટાપુઓ પર પણ સુરક્ષા દળોએ ગૌરવ સાથે તિરંગો લહેરાવ્યો.
તિરંગાના ગૌરવ માટે, નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું સમર્પણ અનન્ય છે. ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીની ઝલક.
📍દેવભૂમિ દ્વારકાના ૧૫ દુર્ગમ ટાપુઓ#RepublicDay2026 https://t.co/TwPk32dQOy
— Harsh Sanghavi (@sanghaviharsh) January 26, 2026
દ્વારકાના દરિયાકાંઠાનો ભૌગોલિક દૃશ્ય ભવ્ય હોવા ઉપરાંત તે રાષ્ટ્રીય સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. દરિયાઈ ટાપુઓ પર પહોંચવા માટે મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા વિશેષ કમાન્ડો સાથે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાપુઓ પર તિરંગો લહેરાવવાની સાથે જ જવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, જે સમગ્ર વાતાવરણને દેશભક્તિની ભાવનાથી રંગીબેરંગી બનાવી દીધું.
આ અભિયાન માત્ર પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે નહીં, પરંતુ દરિયાઈ સીમાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ મહત્વપૂર્ણ હતું. મરીન ટાસ્ક ફોર્સ અને નેવીના જવાનોોએ ટાપુઓ પર પહોંચીને ન માત્ર તિરંગો લહેરાવ્યો, પરંતુ દુશ્મનો માટે ભારતની અદમ્ય સુરક્ષા શક્તિનો પરચો પણ આપ્યો. આ અભિયાન દ્વારા દર્શાવવામાં આવ્યું કે, દેશના દરિયાકાંઠા અને ટાપુઓ માત્ર ભૌગોલિક તત્ત્વો નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે, જે દેશમાં સર્વસામાન્ય અને સંરક્ષણ દળો વચ્ચેની એકતાનું દૃશ્ય પૂરું પાડે છે. આ તકે દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું દૃશ્ય દેશભક્તિ અને રાષ્ટ્રીય અખંડિતતા માટે પ્રેરણાદાયી બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel